________________
છે. યુન્ એટલે “જોડવું (To connect, to join), - એ ધાતુ પરથી બનેલો યોગ-શબ્દ, પરમાત્મા સાથેના મનુષ્યનાં જોડાણ(સંબંધ, મિલન)નું સૂચન કરે છે. વિદાંત-દર્શનમાં પણ, અંતે તો, “મોક્ષ” એટલે જીવ-બ્રહ્મનાં ઐક્યની જ વાત છે; એટલે યોગ-દર્શનમાંનો આ “યોગ'-શબ્દ અને એમાં પ્રબોધિત સિદ્ધાંતો. મોક્ષાર્થી સાધકને મદદરૂપ થઈ શકે, એવું વિચારીને, આચાર્યશ્રીએ, અહીં હવે પછીના પાંચેક શ્લોકોમાં, યોગની પ્રક્રિયાનાં થોડાં પ્રાથમિક સાધનોનું નિરૂપણ કર્યું છે; અને યોગપ્રક્રિયાના પાયામાં સર્વ પ્રકારના સંયમ-નિયમ-નિયંત્રણ વગેરેની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે.
એમાં સૌપ્રથમ છે, - વાણી પરનો સંયમ. જરૂર હોય ત્યારે અને તેટલું જ સાધકે બોલવું જોઈએ, નિરર્થક અને અનાવશ્યક બડબડાટથી હંમેશાં મુક્ત રહેવું જોઈએ; અને આમેય, સંસારમાંનાં મોટા ભાગનાં ઘર્ષણો અને ઝઘડાઓનાં મૂળમાં, વધારે-પડતો વાણી-વિલાસ જ રહેલો છે તે, આપણે સહુ જાણીએ છીએ.
અને દ્રવ્ય વગેરેની સંગ્રહવૃત્તિ, સંઘરાખોરી (Possessiveness, Hoarding) પણ અનેક પ્રકારની અશાંતિ ઉત્પન્ન કરે છે. હકીકતમાં, જો માણસ શાંત ચિત્તે થોડું વિચારે તો, પોતાના ભરણપોષણ માટે જે અત્યંત આવશ્યક હોય, તેના કરતાં જરા પણ વધારે કશું એકઠું કરવાની જરૂર નથી. પેટ-પૂરતું ખાવા મળે, એથી વધારે મેળવવાની અને મેળવીને તેને સંઘરી રાખવાની વૃત્તિ સેવનાર માણસને શ્રીમદ્ ભાગવતમાં તો આ પ્રમાણે, દંડને લાયક “ચોર” કહેવામાં આવ્યો છે :
यावद् भ्रियेत जठरं तावत् स्वत्वं हि देहिनाम् । અથવં યોગમચેત સ તેનો પતિ છે (૭, ૧૪, ૮)
અને એ જ રીતે, આશા-અપેક્ષાનો ત્યાગ (નિરાશા) અને કામનાઓનો પરિત્યાગ (નિરીહા), – એ બે પણ એટલાં જ મહત્ત્વનાં છે, કારણ કે આશા-અપેક્ષા જ મનને ક્ષોભ તરફ દોરીને, સાધકની વૈરાગ્યવૃત્તિમાં બાધક બને છે; કામના(ા)નું સેવન સાધકને કર્મો તરફ દોરે છે, અનેક ચેષ્ટાઓ સર્જે છે અને તેની સાધનામાં વિઘ્નો ઊભાં કરે છે.
વળી, પરમાત્માના સાંનિધ્ય-સાયુજ્યની સિદ્ધિમાં જેને રસ હોય, તેને લોકોનાં ટોળાંઓમાં અને એના કોલાહલમાં રહેવાનું તો પોસાય જ કેમ ? સદા-સર્વદા એકાંતવાસ જ તેના માટે તો આવશ્યક હોય. તૈત્તિરીય-ઉપનિષદના ઋષિએ આ માટે
શીત:'(એકાંતવાસની વૃત્તિ)-શબ્દ પ્રયોજ્યો છે, તેનું જ વિવરણ ગીતામાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
ફર્મા - ૪૫
-
વિવેકચૂડામણિ | ૭૦૫