________________
રુંધતું-રોકતું ઢાંકણ; કેવું અંધારું ? - અનાવિ-અવિદ્યયા તમ્ - અનાદિ અવિદ્યાને કારણે ઉત્પન્ન થયેલું, અનાદિ-અજ્ઞાન-જન્ય આવરણ. શાના વડે આ અંધકારનો નાશ કરવાનો (વિધ્વંસય) ? સત્-~-વિનોનેન । જીવ-બ્રહ્મનાં ઐક્યનાં દર્શન વડે; બ્રહ્મકતાના પ્રકાશ વડે; વિધ્વંસય (વિ + ધ્વંસ્ એ ધાતુનાં પ્રેરકનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ)-નાશ કર, ધ્વસ્ત કરી દે, એનો ધ્વંસ કર. (૩૬૭)
અનુવાદ :
આથી, નિરંતર ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને અને મનને શાંત રાખીને, અંતરાત્મામાં સમાધિસ્થ થા; (વળી,) અનાદિ અવિદ્યાએ સર્જેલા અંધકારનો, જીવ-બ્રહ્મની એકતાનાં દર્શન વડે, નાશ કર. (૩૬૭)
ટિપ્પણ :
નિર્વિકલ્પ સમાધિના ઉપસંહારમાં પણ આચાર્યશ્રી જે બે આદેશો સાધકને આપે છે, તેમાં પણ મોક્ષપ્રાપ્તિ માટે, આ સમાધિ જ સર્વશ્રેષ્ઠ સાધન છે, એમ પ્રસ્થાપિત કરવાનું ચૂકતા નથી.
નિરંતર અને અનવરત ઇન્દ્રિય-નિગ્રહ તથા માનસિક શાંતિ-સ્વસ્થતા વગર પ્રત્યગાત્માનું ધ્યાન ધરવું, એટલે કે અંતરાત્મામાં સમાધિસ્થ થવું, શક્ય નથી; અને એ જ રીતે, અનાદિ-અવિદ્યાએ સર્જેલા અંધકારનો નાશ, જીવ-બ્રહ્મનાં ઐક્યનાં દર્શન વિના સંભવિત નથી.
આમ, અભેદનું દર્શન, અદ્વૈતની અનુભૂતિ અને મોક્ષપ્રાપ્તિ, - જેવાં પોતાનાં જીવનધ્યેયને સંપન્ન કરવા માટે, મુમુક્ષુ સાધક પાસે, નિર્વિકલ્પ સમાધિ એ એકમાત્ર અમોઘ અને ઉત્તમ સાધન છે, એ હકીકતનું પ્રતીતિજનક નિરૂપણ આચાર્યશ્રીએ સફળતાપૂર્વક કર્યું.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૬૭)
૩૬૮
योगस्य प्रथमं द्वारं वाङ्निरोधोऽपरिग्रहः ।
निराशा च निरीहा च नित्यमेकान्तशीलता ॥ ३६८ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
યોગસ્ય પ્રથમં દ્વારં વાનિરોધોડપરિગ્રહ: ।
નિરાશા ચ નિરીહા ચ નિત્યમેકાન્તશીલતા ।।૩૬૮॥
વિવેકચૂડામણિ / ૭૦૩