________________
396
अतः समाधत्स्व यतेन्द्रियः सन्
.
निरन्तरं शान्तमनाः प्रतीचि । विध्वंसय ध्वान्तमनाद्यविद्यया-कृतं सदेकत्वविलोकनेन ॥३६७॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અતઃ સમાધત્ત્વ યતેન્દ્રિયઃ સન્ નિરન્તર શાન્તમનાઃ પ્રતીચિ । વિધ્વંસય ધ્વાન્તમનાધવિધયા
-કૃતં સદેકત્વવિલોકનેન ॥૩૬॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
अतः निरन्तरं यतेन्द्रियः शान्तमनाः (च) सन् प्रतीचि समाधत्स्व, અનાવિ-અવિદ્યયા તે ધ્વાન્ત (૬) સત્-વિનોનેન વિધ્વંસય રૂદ્દગા શબ્દાર્થ :
નિર્વિકલ્પ-સમાધિની શ્રેષ્ઠતાનું સમાપન કરતાં, આ શ્લોકમાં, આચાર્યશ્રીએ, શિષ્યને, બે સ્વતંત્ર વાક્યોમાં, બે આજ્ઞાઓ આ પ્રમાણે આપી છે :
(૧) અત: આથી, આ કારણે; સમાયત્ત્વ । (સમ્ + આ + ધા એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ) - સમાધિસ્થ થા, ધ્યાન ધર; મનને સ્થિર કર; ક્યાં ? - શામાં ? પ્રતીત્તિ । એટલે કે પ્રત્યગાત્મામાં, તારા પોતાના અંતરાત્મામાં; તારાં વ્યક્તિગત અંતઃકરણનાં ઊંડાણમાંની શાંતિમાં મનને ડૂબાડી દે. કેવી રીતે ? આ પ્રમાણે બે રીતે : (અ) નિરન્તર યતેન્દ્રિયઃ સન્ । ચક્ષુ-કાન વગેરે ઇન્દ્રિયોનો નિરંતર નિગ્રહ કરીને, સર્વ ઇન્દ્રિયોનું સતત નિયમન કરીને, ઇન્દ્રિયોને નિત્ય વશ કરીને, બધી ઇન્દ્રિયો પર સદા કાબૂ જમાવીને; અને (આ) નિરન્તરં શાન્તમના: (ચ સન્) મનને નિરંતર શાંત રાખીને, મનની શાંતિ સતત જાળવીને, શાંત મનવાળો થઈને. શાન્તમનાઃ અને તેન્દ્રિયઃ એ બે શબ્દોથી, આચાર્યશ્રીને, શમ અને મ અભિપ્રેત છે, એ સ્પષ્ટ છે.
(૨) અને ધ્વાન્ત વિધ્વંસય । ધ્વાન્ત એટલે અંધકાર, આવરણ, આત્મપ્રકાશને
૭૦૨ / વિવેકચૂડામણિ
-