________________
જ્ઞાન થતું નથી. આનું કારણ શું? - હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે કારણે.
(२) मनोगतेः चलितया (तद् ब्रह्मतत्त्वज्ञान) प्रत्ययान्तरविमिश्रितं भवेत् । પ્રત્યય એટલે પ્રતીતિ, અનુભૂતિ, વિચાર; પ્રત્યય-અન્તર એટલે બીજી પ્રતીતિ. વનિતા - ચંચળતા, અસ્થિરતા; મનની ગતિ ચંચળ હોવાથી, તે બ્રહ્મતત્ત્વનું જ્ઞાન અન્ય પ્રતીતિઓથી મિશ્રિત થયેલું હોય છે. (૩૬૬) અનુવાદ :
બ્રહ્મતત્ત્વનું જ્ઞાન નિર્વિકલ્પ સમાધિ દ્વારા સ્પષ્ટ અને નિશ્ચિતરૂપે થાય છે, બીજાં કોઈ સાધનથી નહીં; કારણ કે મનની ગતિ ચંચળ હોવાથી, તે(જ્ઞાન) અન્ય પ્રતીતિઓથી મિશ્રિત હોય છે. (૩૬૬) ટિપ્પણ :
સુનિશ્ચિત-સ્વરૂપે અને સ્પષ્ટ-રૂપે, બ્રહ્મતત્ત્વનું જ્ઞાન કેવી રીતે થઈ શકે છે, અહીં, દર્શાવવામાં આવ્યું છે અને તે પણ માત્ર એક, નિર્વિકલ્પ-સમાધિ, એ સાધન દ્વારા જ, થઈ શકે, એ હકીકત, ભારપૂર્વક સ્થાપવામાં આવી છે.
. અને આનું કારણ પણ, એ જ રીતે, માત્ર એક જ છે : આ સમાધિ એવી માત્ર એક જ અવસ્થા છે, જેમાં મનની ગતિ પૂરેપૂરી અને એકધારી સ્થિર હોય છે. આ સમાધિનું નામ પોતે સૂચવે છે તેમ, તેમાં અન્ય કોઈ વિકલ્પો-વિચારો-વિક્ષેપો હોતા નથી. તેથી મનની ગતિ પણ સંપૂર્ણરીતે સ્થિર અને આંદોલન-રહિત હોય છે. નિર્વિકલ્પ સમાધિ સિવાય અન્ય સર્વ અવસ્થાઓ કે દશાઓમાં, મન, એની સ્વાભાવિક ચંચળતાને કારણે, બ્રહ્મતત્ત્વને ત્યજીને બીજા પરચુરણ જડ વિષયો તરફ ચાલ્યું જતું હોવાથી, જે પ્રતીતિ થાય છે તે, વિશુદ્ધ બ્રહ્મતત્ત્વનાં જ્ઞાનની ન હોઈ શકે, એમાં બીજી પ્રતીતિ ભળી ગયેલી હોય અને અન્ય વિવિધ પ્રતીતિઓનાં સંમિશ્રણને કારણે, બ્રહ્મતત્ત્વનું જ્ઞાન શુદ્ધ પણ ન હોય અને સુનિશ્ચિત પણ ન હોય.
- ૮ - શબ્દથી આચાર્યશ્રીને જે અભિપ્રેત છે તે માત્ર સ્પષ્ટતા જ નહીં, - હથેળીમાં રહેલાં આમળાનાં ફળ જેવી સરળતા પણ ખરી જ!
અને મનની સમ્યફ શાંતિ વિના જે કાંઈ મેળવવામાં આવ્યું હોય તે, બહબહુ તો, સગુણબ્રહ્મનું જ્ઞાન હોઈ શકે, નિર્ગુણબ્રહ્મનું જ્ઞાન તો નહીં જ !
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૩૬૬)
વિવેકચૂડામણિ | ૭૦૧