________________
આધારિત બે વાક્યો આ પ્રમાણે છે :
(૧) તથા મન: ધ્યાનેન તત્વં સમેતિ | સમેતિ (સ + રૂ - ધાતુનું વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) પામે છે, મળી–ભળી જાય છે; તત એટલે તે, - આત્મતત્ત્વ, પરમાત્માનું ધ્યાન દ્વારા મન આત્મતત્ત્વને પામે છે, શું કર્યા પછી આમ બને છે? - સત્યને ત્યજી દઈને; શું ત્યજે છે ? - મમ્ - મેલને, મળને, અશુદ્ધિને; કયો મેલ? સત્ત્વ-રજ-તમ, - પ્રકૃતિના આ ત્રણ ગુણોનો, એ ત્રણ ગુણોએ ઉત્પન્ન કરેલો. કેવી રીતે ત્યજે છે ? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તેવી રીતે (તથા).
(૨) યથા સુવર્ણ સ્વ-માત્મગુખ સમૃચ્છતિ ! - સમૃતિ ! (સમ્ + છું. એ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫)- પ્રાપ્ત કરે છે, મેળવે છે. શું મેળવે છે? - સ્વ-આત્મગુણમ્ ! પોતાના મૂળ-અસલી ગુણોને; ચમક-ચળકાટ-રૂપ ગુણોને; શું કરવાથી આમ બને છે ? માં ત્યવી | – મેલને, અશુદ્ધિને ત્યજી દીધા પછી. કેવું સોનું (સુવf) આ પ્રમાણે કરે છે ? પુરપાધિતમ્ શોધત એટલે નિર્મળ-સ્વચ્છ-શુદ્ધ-ચોખું બનેલું; પુટપ એટલે સોનીને ત્યાંની અગ્નિની ભઠ્ઠીમાં મૂકવામાં આવેલો કોડિયાનો સંપુટ. આ રીતે, સોનું, પોતાની અંદર ભળી ગયેલાં તાંબા-પિત્તળ વગેરે બીજાં ધાતુઓરૂપી મેલને ત્યજીને, પોતાનાં અસલી નિર્મળ ચળકાટને જેવી રીતે (થા) પ્રાપ્ત કરે છે, તેવી રીતે (તથા). (૩૬૨) અનુવાદ :
જેવી રીતે કોડિયામાં નાખીને અગ્નિમાં શુદ્ધ કરવામાં આવેલું સોનું મેલને ત્યજીને(નિર્મળ બનીને), પોતાનાં મૂળ ચળકાટ-રૂપી ગુણને પ્રાપ્ત કરે છે, તેવી રીતે મન(પણ) સત્ત્વ-રજ-તમસુ એ ત્રણ ગુણોના મેલને, ધ્યાન દ્વારા ત્યજીને, આત્મતત્ત્વને પામે છે. (૩૨) ટિપ્પણ :
પરમાત્મ-તત્ત્વને પામવા માટે મનની નિર્મળતા અનિવાર્ય છે, અને મનોનિર્મળતા ધ્યાન દ્વારા મેળવી શકાય છે તે વાત, અહીં, સમુચિત દષ્ટાંત વડે, પ્રતિપાદિત કરવામાં આવી છે.
પરમાત્મ-તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે, તેથી તેનું જ્ઞાન મેળવવા માટેની બુદ્ધિ તથા દૃષ્ટિ બને પણ અત્યંત સૂક્ષ્મ હોવી જોઈએ, તેમ ગયા શ્લોકમાં કહ્યા પછી, આ શ્લોકમાં, મનની નિર્મળતા પર પણ એવો જ ભાર મૂકવામાં આવ્યો છે. આ અનુસંધાનમાં બે વાત સમજી લેવાની જરૂર છે એક તો એ કે મનમાં
૬૦ | વિવેકચૂડામણિ