________________
શ્લોકનો ગદ્ય અન્વય :
પરમાત્મતત્ત્વ અતીવ સૂક્ષ્મ (અસ્તિ), (અત:) સ્થૂલવૃા (તત્) ન प्रतिपत्तुं अर्हति; (तस्मात्) अतिशुद्धबुद्धिभि: आयैः अत्यन्तसुसूक्ष्मवृत्त्या समाधिना (તત્ જ્ઞાતવ્યમ્ ॥૬॥
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) પરમાત્મતત્ત્વ અતીવ સૂક્ષ્મ (મસ્તિ) । પરમાત્મતત્ત્વ, પરમાત્માનાં રૂપમાં રહેલું તત્ત્વ અત્યંત સૂક્ષ્મ છે. તેથી શું ? હવે પછીના બીજાં વાક્યમાં સૂચવ્યા
પ્રમાણે.
.
(ર) (અત:) સ્થૂનદૃા ન (તત્) પ્રતિપત્તું અહતિ । પ્રતિપત્તું ન અહતિ । એટલે તેને સ્થૂલદૃષ્ટિથી જાણી-સમજી-પામી શકાય નહીં; તો પછી શું કરવું ? હવે પછીનાં ત્રીજાં વાક્યમાં સૂચવ્યા પ્રમાણે કરવાનું.
(૩) (તસ્માત્) અતિશુદ્ધબુદ્ધિમિ: આર્યે: અત્યન્ત-સુ-સૂક્ષ્મવૃત્ત્વા સમાધિના (તત્) શાતત્ર્યમ્ । (તસ્માત્ તત્) જ્ઞાતવ્યમ્ । તેથી, તે કારણે, તે જાણી શકાય, તેને જાણી લેવું જોઈએ. તેને કોણ જાણી શકે ? - આર્યં: સત્પુરુષોએ, ઉત્તમ મનુષ્યોએ; આ ‘આર્યો' કેવા હોય છે ? હોવા જોઈએ ? અતિશુદ્ધબુદ્ધિમિ: અતિશય શુદ્ધબુદ્ધિવાળા; તેમણે કેવી રીતે જાણવું જોઈએ ? ગતિ-સુ-સૂક્ષ્મવૃત્ત્વા | અત્યંત સૂક્ષ્મ વૃત્તિ વડે, એટલે કે અત્યંત સૂક્ષ્મતાએ પહોંચેલી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સમાધિ દ્વારા. (૩૬૧)
અનુવાદ :
-
-
પરમાત્મરૂપી તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે, આથી તે સ્થૂલ દૃષ્ટિથી જાણી શકાય તેવું નથી; તેથી (તેને તો) ખૂબ શુદ્ધ બુદ્ધિવાળા, આર્યજનો અત્યંત સૂક્ષ્મ વૃત્તિ વડે સમાધિ દ્વારા જ જાણી શકે. (૩૬૧)
ટિપ્પણ :
પરમાત્મતત્ત્વ એટલે પરમાત્મારૂપ તત્ત્વ. તેને પામવાની અહીં વાત છે. પરંતુ તે તો અત્યંત સૂક્ષ્મ છે, એટલે કે અવ્યક્ત, અનિર્વચનીય, અપ્રમેય અને વાગ્-અતીત છે; તેથી સ્થૂળ ઇન્દ્રિયો વગેરે તેને જાણી-સમજી શકે નહીં - (સ્થૂલવૃા ન પ્રતિપત્તું અત્યંતિ 1); એને નથી રૂપ, નથી આકાર; તેથી કોઈ સ્થૂલ સાધન તેને જાણવા-પામવા-સમજવામાં મદદરૂપ ન બની શકે.
વિવેકચૂડામણિ / ૬૮૭