SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: | શ્લોકમાંની વાક્યરચના અને વાક્યમાંના શબ્દો સરળ છે, તેથી શ્લોકનો અર્થ પણ સાવ સુબોધ છે, પરંતુ શ્લોકમાં પ્રયોજાયેલા દાંતમાંના મર્મને ગ્રહણ કરવા માટે, સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ એવા “ઝીટભ્રમરચાય"ને સમજી લેવાની જરૂર છે. ભમરી ઈયળને પકડીને લઈ આવે છે અને પોતાના દરમાં એને પૂરી રાખે છે, પરંતુ તે ત્યાંથી ક્યાંય બહાર ભાગી ન જાય તે માટે, ભમરી ઈયળને અવારનવાર ડંખ મારીને તેને પીડા પહોંચાડીને, બેભાન બનાવી નાખે છે. ભમરીથી અને એના ડંખથી સતત ભયભીત એવી ઈયળ, આમ, ભમરીનો જ કાયમ વિચાર કરતાં-કરતાં, ભમરીનું જ અવિરત ધ્યાન ધરતાં-ધરતાં, અંતે, પોતે જ ભમરી બની જાય છે. જીવજંતુઓનાં જગતમાં, ખરેખર, આવું બને છે કે નહીં એ તો કોઈ નિષ્ણાત જીવવિજ્ઞાની (Biologist) જ કહી શકે, પરંતુ એક વ્યક્તિ બીજી વ્યક્તિનું જ સતત અને સંપૂર્ણ ધ્યાન ધરતી રહે તો, પહેલી વ્યક્તિ અંતે પોતે જ બીજી વ્યક્તિ બની જાય, એવું પ્રતિપાદન કરવા માટે, શાસ્ત્રકારોએ આવો એક “ચાય” (Maxim) પ્રચલિત કર્યો છે ! આમ તો, ઈયળ એ ઈયળ” જ છે અને તે “ભમરી' છે જ નહીં, અને જંતુ તરીકે બંને સાવ જૂદાં છે; તેમ છતાં આ ન્યાય' પ્રમાણે, ભમરીનું જ અનવરત અને એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરતી ઈયળ જો આમ ભમરીમય બનીને, અંતે, પોતે ભમરી જ બની જાય તો, આપણી પ્રસ્તુત ચર્ચામાં, જીવ તો મૂળભૂત સ્વરૂપે બ્રહ્મ જ છે, પરંતુ અજ્ઞાનને કારણે જ તે પોતાને બ્રહ્મથી ભિન્ન સમજે-સ્વીકારે છે; તેથી જીવ જો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક (નિઝયા) સદુરૂપ બ્રહ્મમાં જ પરોવાયેલો, તેમાં જ સદા-સતત આસક્ત (તિ લp:). રહે, એનાં ધ્યાનમાં જ પૂરેપૂરો લીન, તલ્લીન, બની જાય તો, તે પણ, પેલી ઈયળની જેમ જ, સસ્વરૂપ બ્રહ્મભાવ અવશ્ય અને અસંશય (ર) પામે, - એ જ આ શ્લોકનું નિરૂપણ તાત્પર્ય છે. ટૂંકમાં, બ્રહ્મભાવ પામવા માટે, મનુષ્ય માટે, માત્ર એક જ સદુપાય છે અને તે છે, - સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક, એકાગ્રચિત્તે, અનન્યમનસ્કભાવથી બ્રહ્મચિંતન, બ્રહ્મધ્યાન અને બ્રહ્મમયપણું ! શ્લોકનો છંદ અનુણુપ (૩૫) ૩૬૦ क्रियान्तरासक्तिमपास्य कीटको ध्यायन् यथालिं ह्यलिभावमृच्छति । ૬૮૪ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy