________________
હોય, એવા દાખલા મળે છે !
તાત્પર્ય એ છે કે માત્ર મૂર્ધન્ય કક્ષાનું પાંડિત્ય જ બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ માટે પાત્રતા કે “નિકષ” (Criterion) બની શકે નહીં.
અને એથી ઊલટું, જેને પોતાની સહી પણ કરતાં આવડતી હોતી એવા નિરક્ષર રામકૃષ્ણ પરમહંસ યથેચ્છ ઈશ્વરદર્શન કરી શકતા હતા અને નરેન્દ્ર મટીને તેમના શિષ્ય બનેલા, સાચા અર્થમાં બહુશ્રુત વિદ્વાન એવા વિવેકાનંદને ઈશ્વરદર્શન કરાવી શકતા !
સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ કે પેલાં બહાર-અંદરનું સંપૂર્ણ એકીકરણ (Merger) થઈ જવું જોઈએ : બાકી પરોક્ષજ્ઞાનની માત્ર વાતો જ કરવી (પાસ્ય-થાપધાર્યત્વ), તે તો નિરર્થક જ નીવડે !
સંક્ષેપમાં, બ્રહ્મના સાક્ષાત્ અ-પરોક્ષ અનુભવ વિના, બ્રહ્મ વિશેનું માત્ર શ્રવણ કે પ્રવચન, મુક્તિપ્રાપ્તિમાં જરા પણ ઉપયોગી કે સહાયક બની શકે નહીં.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૭)
૩૫૮
उपाधियोगात् स्वयमेव भिद्यते
चोपाध्यपोहे स्वयमेव केवलः । तस्मादुपाधेविलयाय विद्वान्
वसेत् सदाऽकल्पसमाधिनिष्ठया · ॥३५८॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
ઉપાધિયોગાતુ સ્વયમેવ બિદ્યતે
ચોપાધ્યાપોહે સ્વયમેવ કેવલઃ | તસ્માદુપાધર્વિલયાય વિદ્વાનું
વસે સદાડકલ્પસમાધિનિષ્ઠયા ૩૫૮ શ્લોકનો ગદ્ય અન્વય :
उपाधियोगात् (आत्मा) स्वयं एव भिद्यते, उपाधि-अपोहे च (सः एव आत्मा) स्वयं एव केवलः (भवति); तस्मात् विद्वान् सदा अकल्पसमाधिनिष्ठया उपाधेः विलयाय वसेत् ॥३५८॥
૬૮૦ | વિવેકચૂડામણિ