________________
શકે છે ? આ સંસારનાં પાશરૂપી બંધનોમાંથી, એટલે કે જન્મ-મૃત્યુનાં ચક્રમાંથી, સાચે જ, સાચા અર્થમાં, કોણ છુટકારો પામે છે ? - આ પ્રશ્નનો અહીં સચોટ, સ્પષ્ટ અને અસંદિગ્ધ ઉત્તર આપવામાં આવ્યો છે.
આત્માનું એટલે કે બ્રહ્મનું જ્ઞાન બે પ્રકારનું હોય છે : (૧) પ્રત્યક્ષ, સાક્ષાત્ અથવા અ-પરોક્ષ; અને (૨) પરોક્ષ (Indirect) જ્ઞાન. મનુષ્ય બે રીતે પોતાની સાધના કરતો હોય છે, - બાહ્ય રીતે અને આંતરિક રીતે. એની પાસે જે કંઈ છે, - બાહ્ય ઇન્દ્રિયો, ચિત્ત, અહંકાર વગેરે, તે જો બહાર જ રહે અને આ બધાંને જો તે પોતાના ચેતન્યપૂર્ણ-ચૈતન-ચિદૂરૂપ આત્મામાં સંપૂર્ણ રીતે વિલીન ન કરી નાખે, એટલે કે બહારનું બધું બહાર જ રહે, એ બધાંની સર્વ પ્રવૃત્તિઓ બહાર યથાવત્ ચાલતી જ રહે તો, બહારનું બહાર જ રહે, “બહાર'-“અંદર'નું પરસ્પરમાં શમન ન થાય, બંને બે મટીને એક ન થઈ જાય તો, આવા મનુષ્યને બ્રહ્મ વિશે જે કંઈ જ્ઞાન થાય તે પરોક્ષ' જ કહેવાય અને તેને “મુક્ત' થયો કહેવાય નહીં; મુક્તિ તો તે જ પામી શકે, જેને કશું બહાર’ રહે જ નહીં, જેનું બધું બહાર' (વા), “બહાર મટીને “અંદર'નું બની જાય, “ભીતર'માં એનું પૂરેપૂરું “આત્મવિલોપન' થઈ જાય. ટૂંકમાં કશું “પરોક્ષ રહે જ નહીં, પ્રત્યક્ષ' જ બની રહે.
- સાધક શ્રુતિ-શાસ્ત્રો-દર્શનોનો ઊંડો અભ્યાસી હોય, બહુશ્રુત પંડિત-વિદ્વાન હોય, અનેક ગુરુઓનાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચનોનું શ્રવણ તેણે કર્યું હોય અને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય એવાં જ પ્રવચનો તે પોતે કરી શકતો હોય, પરંતુ ઉપર્યુક્ત પેલાં, બહાર'-ભીતર'નું, અથવા તો હકીકતે, “ભીતરમાં બહાર'નું સંપૂર્ણ “પ્રવિલયન (પ્રવિતાથી સિદ્ધ ન થયું હોય તો, તેનું તે “જ્ઞાન” માત્ર એક પ્રકારની “માહિતી” (Information) જ બને, સાચા અર્થમાં તે “જ્ઞાન” (Knowledge) ન બને. આવો મોટો બહુશ્રુત” (Well-read) પંડિત અને પ્રભાવશાળી પ્રવચનકાર બન્યા પછી પણ, તે સાચા આત્મ-સાક્ષાત્કાર બાબતમાં તો, તે એવો ને એવો “કોરો' જ રહી જાય ! “ઉપનિષદ'ના ઋષિઓને આ વાત એટલી મહત્ત્વની લાગી હશે કે કઠ અને મુંડક, - એ બે શ્રુતિગ્રંથોમાં આ વાતનું એકસાથે અને એકસરખા શબ્દોમાં, આ પ્રમાણે, સમર્થન કરવામાં આવ્યું છે :
'નાયમાત્મા પ્રવનેન નગર (કઠ૦ ૨, ૨૩; મુંડક ૩, ૩) (“આ આત્મા વેદોના અધ્યયન વડે જાણવા યોગ્ય નથી.”).
અને માત્ર પાંડિત્યથી જ “આત્મ-લાભ થતો હોત તો, વિશ્વના સર્વ ધુરંધર વિદ્વાનોને આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયો જ હોત ! હકીકતમાં, આવા અનેક બહુશ્રુત પ્રવચનકારો, કેટલીક વાર તો, સામાન્ય માણસથી યે બદતર કક્ષાનું જીવન જીવતા
- વિવેકચૂડામણિ | ૬૭૯