________________
નિવૃત્તિ); તેથી વિદ્વાને, બંધનમાંથી મુક્ત થવા માટે, (આત્મારૂપી) વસ્તુને, તાત્ત્વિકરૂપે, જાણવી જોઈએ. (૩૪૯)
ટિપ્પણ :
અહીં, આ શ્લોકમાં, ગયા-છેલ્લા શ્લોક(૩૪૮)નું સ્પષ્ટ અનુસંધાન છે : ત્યાં જે વાત વિધાનાત્મકરૂપે (Theoretically) કહેવામાં આવી હતી, તેનું, અહીં, દૃષ્ટાંત આપીને, વ્યવહારાત્મક-રૂપે (Practically) સમર્થન કરવામાં આવ્યું છે.
ત્યાં, આત્મતત્ત્વનું સમ્યક્દર્શન થવાનાં પરિણામે (સમ્યક્-પવાર્થ-વર્ણનત:), આ ત્રણ ઘટનાઓ બનતી દર્શાવવામાં આવી હતી : આવરણની નિવૃત્તિ, મિથ્યાજ્ઞાનવિનાશ અને વિક્ષેપથી ઉત્પન્ન થયેલાં દુઃખોની નિવૃત્તિ.
હવે, ‘રજ્જુસર્પન્યાય’ને નજર સમક્ષ રાખીને, ઉપર્યુક્ત વિધાનનાં તાત્પર્યાર્થને સમજવાનું વિચારીએ : રસ્તામાં પડેલું દોરડું, અંધકારને કારણે, તેનાં મૂળ(દોરડાં)સ્વરૂપે નહીં પરંતુ સાપનાં રૂપે, સાપ તરીકે દેખાયું; આવાં બ્રાંત દર્શનનાં મૂળમાં, અંધકાર, કારણરૂપે હતો; પરંતુ દીવો લવાતાં, તેનાં અજવાળાંમાં, મૂળ દોડું જ પ્રતીત થઈ ગયું. આવી પ્રતીતિ દોરડાંનાં સ્વરૂપનાં સમ્યક્ જ્ઞાનને આભારી હતી. પ્રકાશ થતાં, દોરડું, યથાર્થ-સ્વરૂપે, તેનાં મૂળભૂત સાચાં સ્વરૂપે (સભ્ય-રષ્ણુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્) દેખાયું, આવાં સમ્યક્ત્તાનનાં પરિણામે, એકસાથે, આ ત્રણ ઘટનાઓ (તત્ ત્રિતયું) ક્રિયારૂપ પામતી નજરે પડી (વૃષ્ટ) :
(૧) અંધકારને લીધે દોરડાં પર પથરાઈ ગયેલાં આવરણની નિવૃત્તિ થઈ; (૨) સાપ હતો જ નહીં, છતાં દેખાયો અને હવે દેખાતો બંધ થયો, તે મિથ્યાજ્ઞાનનો વિનાશ થયો; અને (૩) સાપને જોવાને કારણે જન્મેલા વિક્ષેપની અને એમાંથી ઉત્પન્ન થયેલા ભયરૂપી દુ:ખની નિવૃત્તિ.
એ જ રીતે, આત્મા અને પરમાત્મા(બ્રહ્મ)નાં ઐક્યનું સમ્યક્ દર્શન થતાં, એટલે કે એવાં દર્શનમાં બાધારૂપ અવિદ્યા દૂર થતાં, જીવાત્મા પર પથરાઈ ગયેલું આવરણ દૂર થઈ ગયું, દેહાદિને જ આત્મા માની લેવાનું, એટલે કે ‘અનાત્મા’ને ‘આત્મા’ સમજવારૂપી મિથ્યાજ્ઞાનનો વિનાશ થઈ ગયો અને મિથ્યાજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલી ભ્રમણારૂપી, વિક્ષેપ અને સંસારનાં અનિષ્ટોરૂપી, દુઃખોની પણ નિવૃત્તિ થઈ ગઈ.
અને તેથી જ આચાર્યશ્રી આવી સૂચના આપે છે કે આવાં સુ-પરિણામ માટે, સંસારનાં બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે (વન્ધવિમુયે), જ્ઞાની વિદ્વાને (વિદુષા), વસ્તુ-સ્વરૂપ આત્માને(વસ્તુ), તેનાં મૂળ તત્ત્વ સાથે(સતત્ત્વ) એટલે કે તાત્ત્વિકરૂપેતત્ત્વતઃ, જાણી લેવો જોઈએ(જ્ઞાતવ્યમ્).
૬૬૦ / વિવેકચૂડામણિ