________________
અનુવાદ :
આત્મતત્ત્વનું સમ્યક દર્શન થતાં, “આવરણ' નિવૃત્ત થઈ જાય છે અને તે જ પ્રમાણે, મિથ્યાજ્ઞાનનો વિનાશ તથા વિક્ષેપથી ઉત્પન્ન થયેલાં દુઃખોની નિવૃત્તિ થાય છે. (૩૪૮) ટિપ્પણ :
શ્લોક સરળ છે અને તેમાંના શબ્દો તથા વાક્યરચના પણ સહેલાં છે. વળી, તમોગુણની આવરણશક્તિ અને રજોગુણની વિક્ષેપશક્તિની, સાધક માટેની, અનર્થકારકતા વિશે પણ, આ પહેલાં, વિસ્તૃત વિવેચન થઈ ગયું છે : પોતાની સામે જ રહેલો થાંભલો, માણસને ભૂત-રૂપ દેખાય છે અને તે ભયભીત બની જાય છે; રસ્તામાં પડેલું દોરડું તેને સાપ જેવું લાગે છે અને તેનાં સમગ્ર શરીરમાં ઘૂજારી પ્રસરી જાય છે; પરંતુ ત્યાં દીવો આવી જાય કે તરત જ ભૂત અને સાપ બંને અદશ્ય થઈ જાય છે અને થાંભલો તથા દોરડું બંને પોતપોતાનાં મૂળ સ્વરૂપે તેને પ્રતીત થઈ જાય છે.
તમોગુણ અને રજોગુણના પ્રભાવને કારણે, સાધક માટે, “આવરણ', મિથ્યાજ્ઞાન” અને “વિક્ષેપ'નાં અનિષ્ટો સર્જાયાં હતાં, પરંતુ સંનિષ્ઠ અને સક્રિય પુરુષાર્થનાં પરિબળપૂર્વક તેણે “સમ્યફ-પદાર્થનાં દર્શન માટે, એટલે કે આત્મતત્ત્વનાં દર્શન માટે સાધના કરી; અને આ “દર્શન' એટલે જ આત્મસાક્ષાત્કાર. આમ, “આત્મતત્ત્વનું “દર્શન' થાય પછી, રજોગુણ-તમોગુણે સર્જેલી “આવરણ-મિથ્યાજ્ઞાન'વિક્ષેપ' વગેરે “અનાત્મ' તત્ત્વોની ભૂતાવળ ટકી જ ન શકે !
સંસ્કૃતમાં ‘દર્શન’ શબ્દ “તત્ત્વજ્ઞાન (Philosophy)ના અર્થમાં પ્રયોજાય છે, કારણ કે આવું “દર્શન ઉચ્ચ પ્રકારનું “તાત્ત્વિક જ્ઞાન જ છે અને આવાં “જ્ઞાન” સમક્ષ સઘળું “અજ્ઞાન” પળવારમાં વિનષ્ટ થઈ જાય છે; વેદના ઋષિઓ મંત્રોનું દર્શન કરી શકતા, તે પણ આવાં “દિવ્યજ્ઞાન’નાં જ અર્થમાં : ઋષિઓનું દર્શન એ જ “વેદ”. - સાચા અર્થમાં “જ્ઞાન” !
બીજું, આ પહેલાં શ્લોક-૧૪૬માં, સ્પષ્ટ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે આવરણ” અને “વિક્ષેપ', - આ બે શક્તિઓ જ મનુષ્ય માટે બંધનો સર્જે છે અને એનાથી વિમૂઢ થયેલો જીવ દેહને આત્મા માનીને મોહમાં ફસાય છે :
एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । ।
याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ પરંતુ અહીં કહ્યું છે તેમ, આત્મતત્ત્વનું સમ્યફ-દર્શન થતાં, આ બંને શક્તિઓની નિવૃત્તિ થઈ જાય છે એટલે, ગયા શ્લોક અનુસાર, અવિદ્યારૂપી આવું સંસારબીજ જ
૬૫૮ | વિવેકચૂડામણિ