________________
અનુવાદ :
બ્રહ્મ અને જીવનમાં એકત્વના વિવેકરૂપી અગ્નિ, અવિદ્યારૂપી આખાં જંગલને બાળી નાખે છે તો પછી, અદ્વૈતભાવને પામેલા આ(જ્ઞાની)ને ફરીથી સંસારી બનાવનારાં બીજની તો વાત જ શી ? (૩૪૭) ટિપ્પણ:
મોટાં અને દઢમૂલ ખખડધજ વૃક્ષો સહિત આખાં જંગલને બાળી મૂકતા દાવાનળનું રૂપક (Metaphor) અહીં યોજવામાં આવ્યું છે અને અંતે એવો તાત્પર્યાર્થ, એમાંથી, તારવવામાં આવ્યો છે કે જો આ રીતે આખું જંગલ જ દાવાનળમાં ભસ્મીભૂત થઈ જતું હોય તો, જંગલમાં ક્યાંક અથડાતાં નાનકડાં-બિચારાં કોઈક બીજ માટે તો બચવાની-ટકી રહેવાની કોઈ શક્યતા જ નહીં ! “તો પછી, એની તો વિસાત જ શી ?” ( પુનઃ, જિ ત) - એવી વસ્તુસ્થિતિને વ્યક્ત કરતા આવા સવાલ માટેનો પ્રચલિત પારિભાષિક “ન્યાય' છે, - વૈકુતિવચાય, જેને અહીં પ્રયોજવામાં આવ્યો છે.
- સાધકને તેના મોક્ષપ્રાપ્તિના માર્ગમાં નડતરરૂપ છે – અવિદ્યા, અજ્ઞાન; “હું દેહાદિ છું', - એટલે કે બ્રહ્મ અને જીવના ભેદની ગેરસમજ; અને આવાં નડતરનો, તેના માર્ગમાંથી નાશ ન કરવામાં આવે ત્યાં સુધી, આવા માર્ગમાંની તેની યાત્રા સંપન્ન બની જ ન શકે : ટૂંકમાં, અંધકારના નાશ માટે જેમ પ્રકાશની જરૂર, તેમ જ આવાં અજ્ઞાનના નાશ માટે, સત્ય જ્ઞાન અનન્ત બ્રહ્મ | - એવાં ઉપનિષદપ્રબોધિત જીવ-બ્રહ્મનાં એકત્વનું વિવેકજ્ઞાન, તેના માટે અનિવાર્ય બની રહે. આ માટે, સાધકે, સદ્ગુરુનાં ચરણે બેસીને, આવું વિવેકજ્ઞાન આત્મસાત્ કરવું જ રહ્યું. આવું વિવેકજ્ઞાન એટલે ભડભડતો દાવાનળ, જે, ઘડીના છઠ્ઠા ભાગમાં, સમગ્ર અવિદ્યા-જંગલને, સમસ્ત અજ્ઞાન-વનને ભસ્મીભૂત કરી નાખે ! અને આવું સંપન્ન થાય ત્યારે, અવિદ્યા-જંગલમાંનું કોઈ નાનકડું બીજ પણ જીવતું ન રહી શકે !
આવા આદર્શરૂપ અદ્વૈતભાવને આ રીતે આત્મસાત કરનારા જ્ઞાની માટે, પછી તો, પુનર્જન્મની કશી જંજાળ રહે જ નહીં ! મૂર્ત નાસ્તિ ત: શાણી -ના ન્યાયે, જ્યાં મૂળનું જ અસ્તિત્વ નથી ત્યાં, શાખા કે વૃક્ષ, અરે વનની હસ્તી જ કેવી ? ક્યાંથી ? અથવા તો, વૃક્ષ કે વન જ બચ્યું નથી ત્યાં, બિચારાં બીજનું શું ? પ્રકાશ સમક્ષ જેવો અંધકાર, એવું જ અદ્વૈત જ્ઞાન સમક્ષ અવિદ્યાનું, એટલે કે અવિદ્યાનાં સુનિશ્ચિત પરિણામ સ્વરૂપ સંસારનું સમજવાનું !
અદ્વૈતભાવને પામેલો તે જ્ઞાની, ત્યારપછી, નિયંતાએ નક્કી કરેલું આયુષ્ય ભોગવવા સંસારમાં જીવવાનું ભલે ચાલુ રાખે, - તેણે તો, હકીકતમાં, દેહપાત
૬૫૬ | વિવેચૂડામણિ