________________
किं स्यात् पुनः संसरणस्य बीज - -मद्वैतभावं समुपेयुषोऽस्य ॥३४७॥
શ્લોકનો ગુજરાતી પાઠ : પરાવરૈકત્વવિવેકવતિ
-દેહત્યવિદ્યાગહનંઘશેષમ્ । કિં સ્યાત્ પુનઃ સંસરણસ્ય બીજ-મદ્વૈતભાવં સમુપેયુષોડસ્ય ।।૩૪૭॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
પર-અવર-ત્વ-વિવે-વૃત્તિ. અશેષ વિદ્યાનં તહતિ, अद्वैतभावं समुपेयुषः अस्य (ज्ञानिनः ) पुनः संसरणस्य बीजं किं स्यात् ? ॥३४७॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વર-અવર-ત્વ-વિવે-વત્તિ: અશેષ અવિદ્યા-મદનં હતિ । પર્ એટલે સર્વોચ્ચ તત્ત્વ, પરબ્રહ્મ; અને અવર એટલે નીચેનું, બ્રહ્મથી નીચે રહેલું તત્ત્વ, એટલે કે આત્મા, જીવાત્મા; આ બંને વચ્ચેનાં એકત્વના વિવેકરૂપી અગ્નિ; તે શું કરે છે ? તિ બાળી નાખે છે, ખાખ-ભસ્મીભૂત કરી નાખે છે; કોને ? નમ્ વનને, જંગલને; કયું વન ? અવિદ્યા-રૂપી; આ વન કેવું છે ? કેવડું છે ? અશેષમ્ । જરા પણ શેષ ન વધે એવું-એવડું, એટલે સમગ્ર, આખું, પૂરેપૂરું; આ અગ્નિ જો આખાં જંગલને બાળીને ‘રાખ’ કરી નાખી શકતો હોય તો, તેની પાસે, એક નાનકડાં(બાપડાં) બીજની તો શી વિસાત (વીનું સ્થિાત્ ? આખે આખાં જંગલને ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ પાસે, આવાં નાનાં બીજનું તો ગજું જ શું, ટકવાનું ? હકીકત એ છે કે બીજનું તો આવી જ બને ! એનું તો ક્યાંય અસ્તિત્વ જ ન રહે !
-
કર્યું, શાનું બીજ છે, આ ? પુનઃ સંસરળસ્ય ફરીથી સંસારપ્રાપ્તિનું, સંસારી બનાવનારું, સંસારમાં પરિભ્રમણ કરાવનારું; કયા, કેવા મનુષ્યનાં ‘સંસરણ’ની આ વાત છે ? અદ્વૈતભાવં પેયુષ: અસ્ય (જ્ઞાનિન:) । પેયુષઃ એટલે પામેલો; અદ્વૈતભાવને પામેલા-પહોંચેલા જ્ઞાનીનાં ‘સંસરણ’ની આ વાત છે. બ્રહ્મ-જીવના અભેદભાવને પામેલા આવા'જ્ઞાનીજનની સંસારપ્રાપ્તિનું બીજ તો, પેલી, એકત્વના વિવેકરૂપી આગમાં ભસ્મ જ થઈ જાય ! (૩૪૭)
વિવેકચૂડામણિ / ૬૫૫
-