________________
સર્વાત્મભાવથી બીજો કોઈ જ ઉપાય નથી. પરંતુ આ “સવાત્મભાવ' એટલે શું? - “સર્વમાં “સ્વ”નું દર્શન કરવું તે, સહુમાં આત્મદર્શનનો ભાવ; ટૂંકમાં, સર્વ-આત્મદર્શન. બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવી હોય તો, આ “સર્વાત્મભાવ' સિવાય અન્ય કશો ઉપાય નથી, તે એક જ ઉપાય છે.
((સધી ) સૌ સર્વાત્મભાવ ૩૫પદ્યતે | પરંતુ, સંપૂર્ણ મુક્તિના એકમાત્ર ઉપાય-રૂપ આવો “સર્વાત્મભાવ' પ્રાપ્ત કેવી રીતે કરી શકાય ? - એ પ્રશ્નનો ઉત્તર “સતિ-સપ્તમીવાળાં આ વાક્યમાં આ પ્રમાણે આપવામાં આવ્યો છે : - સવા માત્મનિષ્ઠથી દૃશ્ય-દે સતિ / દૃશ્ય એટલે માત્ર બાહ્ય નજરે જ દેખાતું જગત; જગતનો પ્રતિભાસિક પ્રપંચ; ગપ્રદ એટલે એનું અ-ગ્રહણ, એનો ત્યાગ, દશ્ય-જગતને જગતરૂપે ન જોવું પણ બ્રહ્મ-સ્વરૂપે જોવું-જાણવું-સ્વીકારવું.
નો “અગ્રહ' એટલે, જગતને મિથ્યા સમજવું; અને દૃશ્યનો આ “અગ્રહ' પણ હંમેશ માટેનો (સા) અને આત્મનિષ્ઠાપૂર્વકનો (માત્મનિષ્ઠ) હોય, એ આવશ્યક છે. દશ્ય જગત પ્રત્યેનો આવો અભિગમ સાધક કેળવે તો જ, તેનામાં પેલો સર્વાત્મભાવ પ્રગટે, પ્રતિષ્ઠિત થાય, અન્યથા નહીં. (૩૪૦) . અનુવાદ :
બંધનમાંથી સંપૂર્ણરીતે મુક્તિ મેળવવાનો ઉપાય, સર્વાત્મભાવ સિવાય બીજો કશો જ નથી; અને તે(સાધકોનો સર્વાત્મભાવ પણ સદા આત્મનિષ્ઠાપૂર્વક દેશ્ય(જગત)ના ત્યાગથી જ પ્રાપ્ત થાય છે. (૩૪૦) ટિપ્પણ :
જે “જીવન્મુક્ત'નું લક્ષણ, - પN: મુ: | - એમ કહીને છેલ્લા શ્લોકમાં આપવામાં આવ્યું છે, ત્યાં જ, તેના માટેની આ પાયાની વાત તો કહેવામાં આવી જ છે કે આ સમગ્ર બ્રહ્માંડમાંના સર્વ સ્થાવર-જંગમ અને જડ-ચેતન પદાર્થોમાં, બહાર અને ભીતર, સર્વત્ર, તેણે સર્વાત્મભાવે પોતાના આત્માનું (સ્વ) દર્શન કરવું જોઈએ (વિ7ોવી). આ જ મુદ્દાનો અહીં વિસ્તાર કરવામાં આવ્યો છે.
| સર્વત્ર “સ્વ”નું દર્શન કરવું એટલે શું? બ્રહ્માંડમાં જે કંઈ, જેવાં સ્વરૂપે હોય, તેને તેવાં સ્વરૂપમાં આત્મસાત્ કરવું તે : To identify himself completely. સુખ દેખાય તો સુખને, દુઃખ દેખાય તો દુઃખને, - એ રીતે, તે-તે સર્વમાં પોતાનું જ દર્શન કરવું. આવાં દર્શન માટે, તે જ્ઞાનમયી દષ્ટિ પામે તો જ તે શક્ય બને, - (જ્ઞાનાત્મના). અને “જીવન્મુક્ત' તો ત્યારે જ બની શકાય, જો તે સાધક પોતાનાં દેહપતન પૂર્વે, દેહાવસાન પહેલાં, આવો “સર્વાત્મભાવ', એટલે કે સર્વમાં
૬૩૬ | વિવેકચૂડામણિ