________________
અભેદ-દર્શનનો મહિમા કરવો જોઈએ.
એક જ અને અદ્વિતીય એવાં બ્રહ્મ સાથે એકત્વ સિદ્ધ કરવાને બદલે, મનુષ્ય જો દેહ વગેરે અનાત્મ વસ્તુઓમાં હું-પણાંનો ભાવ સેવે, એટલે કે એ સર્વ પ્રત્યે અહમ્-ભાવ સેવે, એમાં ‘હું છું’ એવું અભિમાન સેવે તો, એ અભિમાનમાંથી, એ સર્વ પ્રત્યે એ આસક્ત બને છે અને દેહાદિ પ્રત્યે આસક્તિ રાખનાર કદી પણ મુક્તિ પામી શકે નહીં : ટૂંકમાં, આસક્તિનું મૂળ પેલાં હું-પણા-રૂપ અભિમાન(અમિતિ)માં રહેલું છે, એટલે સાધક માટે અનર્થરૂપ બની રહેવાની બાબતમાં તો, ‘અભિમાન’ અને ‘આસક્તિ', - એ બંને એકસરખાં અનિષ્ટો છે અને માણસ, સ્વાભાવિક રીતે જ, જેમાં આસક્ત હોય, એનું જ સતત ચિંતન-રટણ કરતો હોય ! અને તેથી દેહાદિનાં ચિંતનમાં રાચતો માણસ કદાપિ મુક્તિ મેળવી શકે નહીં.
આનાથી તદ્દન સામી બાજુની (Opposite) પરિસ્થિતિ મુક્તિ પામેલા સાધકની છે : તે ‘મુક્ત' થયેલો છે, એનો અર્થ જ એ કે પેલી આસક્તિનાં મૂળ કારણરૂપ એવું, દેહાદિમાંનાં હું-પણાં-રૂપ અભિમાન તેને હોતું જ નથી(àહાવિસંહિમતન મુત્તિ: 1).
આમ, એક બાજુ આસક્તિ અને અભિમાન, તથા બીજી બાજુ મુક્તિ, - એ બંને પરિસ્થિતિઓ ભિન્ન-ભિન્ન ગુણોને આશ્રયે રહેતી હોવાથી, તે બંનેનું અસ્તિત્વ પરસ્પર સામસામા છેડા (Extremes) ૫૨ જ હોય, એ બંને એકબીજાથી · Poles apart હોવાથી, બંને વચ્ચે કશો સુમેળ ક્યારેય પણ શક્ય નથી.
આ વાત સમજાવવા માટેનું, શ્લોકમાંનું, દૃષ્ટાંત, સંપૂર્ણરીતે સમુચિત, સામ્યદર્શક અને સાર્થક છે : ઊંધતો માણસ (સુપ્તસ્ય), જાગતો ન રહી શકે (નો નામ્) અને જાગતો માણસ (ાવ્રત:) ઊંઘમાં ન હોઈ શકે (જ્ઞ સ્વપ્ન:); કારણ કે સ્વપ્ન અને જાગ્રત, એ બંને અવસ્થાઓ પરસ્પર-ભિન્ન ગુણોને આશ્રયે રહેલી છે : ઊંઘતા માણસને, તે જ સમયે, એટલે કે તેની સ્વપ્ન-અવસ્થા દરમિયાન, જાગ્રતઅવસ્થાની અનુભૂતિ ન થઈ શકે અને જાગતા માણસને, એ જ અવસ્થા દરમિયાન, ઊંઘવાની અવસ્થાનો એટલે સ્વપ્ન-અવસ્થાનો અનુભવ ન મળી શકે.
આ દૃષ્ટાંતનું તાત્પર્ય, ‘છાંદોગ્ય’-ઉપનિષદમાંનાં વિધાન પ્રમાણે, એ છે કે મુક્તિ પામેલો, એટલે કે જીવન્મુક્તિ પામેલો, સાધક ‘કૃતાર્થ’ બની ગયો હોય છે, તેથી તેને દેહ-વગેરેમાં અભિમાન સેવવા માટે (મુહ્રસ્વ વેહાવિ-સમિતિઅમાવઃ ।) સંસારમાં, સંસારી જીવનમાં, ફરી પાછું આવવાનું રહેતું નથી : 7 સ पुनरावर्त ।
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૩૮)
૬૩૨ / વિવેકચૂડામણિ