________________
આસક્તિ (Attachment); મત: (મન્ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે માનનાર, રાખનાર, ધરાવનાર; દેહ વગેરેમાં આસક્તિ રાખનાર મનુષ્યની મુક્તિ થતી નથી.
(૨) મુòસ્ય (સાધસ્ય ૪) વેહાવિ-ગમિમતિ-અમાવ: (અસ્તિ) । અભિમતિ એટલે અભિમાન, હું-પણાનું અભિમાન, દેહાદિ પ્રત્યે આસક્તિ; અમાવ: અસ્તિ । એટલે અભાવ હોય છે, એટલે કે ભાવ (હાજરી) હોતો નથી; અને જે મુક્ત થઈ ગયો છે, તેને દેહ વગેરેમાં આસક્તિ અથવા હું-પણાનું અભિમાન હોતું નથી. આવું શા માટે બને છે ? - તયોઃ મિન્નનુળાશ્રયત્નાત્
દેહાદિમાં આસક્તિ-અભિમાન અને મુક્તિ, - એ બંને(તયો:)ના ગુણો જુદાજુદા હોય છે; તે બંને ભિન્ન-ભિન્ન ગુણોને આશ્રયે રહે છે, તે કારણે; તે બંનેના સ્વભાવ સર્વથા ભિન્ન છે, તે કારણે.
આ પરિસ્થિતિ કોના જેવી છે ? હવે પછીનાં બે વાક્યોમાં આ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે.
(૩) મુખ્તસ્ય (નનસ્ય) નારળ નો(ન + ૩) (મસ્તિ) ।
ઊંઘી ગયેલા, સૂતા રહેલા માણસને માટે જાગ્રત-અવસ્થા હોતી નથી, ઊંઘતો માણસ જાગતો ન હોઈ શકે.
(૪) નાપ્રત: (૬) સ્વપ્ન: ૬ (મસ્તિ) ।
જાગતા માણસ માટે ઊંઘ(સ્વપ્ન) હોતી નથી; જાગતો માણસ ઊંઘતો ન બની શકે, જાગતો માણસ ઊંઘી શકે નહીં.
આવું કેમ બને છે ? - તયો: મિન્નપુળાત્રયત્વાત્ ।
તે બંને(ઊંઘતા અને જાગતા માણસ)ની અવસ્થાઓ (એટલે કે સ્વપ્ન અને જાગ્રત) જુદા-જુદા ગુણોવાળી હોવાથી; તે બંને ભિન્ન-ભિન્ન ગુણો ધરાવતી અવસ્થાઓમાં હોવાનાં-રહેવાનાં કારણે. (૩૩૮)
અનુવાદ :
જેમ પરસ્પર ભિન્ન-ભિન્ન ગુણો ધરાવવા(અવસ્થાઓમાં હોવા-રહેવા)નાં કારણે, ઊંઘી ગયેલાને જાગ્રત-અવસ્થાની જાણ હોતી નથી અને જાગતા રહેલાને ઊંધ હોતી નથી, તેમ દેહ વગેરેમાં આસક્તિ રાખનારને મુક્તિ હોતી નથી અને મુક્ત થઈ ગયેલા(સાધક)ને દેહ વગેરેમાં હું-પણાંનું અભિમાન હોતું નથી. (૩૩૮) ટિપ્પણ :
આ પહેલાંના થોડા શ્લોકોમાં, ભેદષ્ટિ અથવા દ્વૈતદૃષ્ટિનાં સ્વરૂપનું વિવેચન કરીને, એમાંથી જ બોધરૂપ તાત્પર્ય એ તારવવામાં આવ્યું હતું કે સાધકે હંમેશાં
વિવેકચૂડામણિ / ૬૩૧