________________
(-) Aત્તમ્ તેનું, એટલે કે બાહ્યાનુસન્ધિનું જ ફળ, બહારનાં ચિંતનનાં જ ફલરૂપ, એવી દુર્વાસના.
(ર) આવું થતું હોય તો શું કરવું ? એને અટકાવવાનો ઉપાય શો ? બીજાં વાક્યમાં સૂચવ્યું છે તે પ્રમાણે (મત:) સીંધવ: નિત્યં સ્વ-માત્મા-અનધિ વિધીત ! વિધીત - (વિ + ધ એ ધાતુનું વિધ્યર્થ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) કરવું જોઈએ, કરતાં રહેવું જોઈએ : શું કરવાનું? સ્વાત્માનુસંધિમ્ - પોતાનાં આત્માનું અનુસંધાન અને તે પણ નિત્ય-નિરંતર-સતત (નિત્યમ); પરંતુ આ કરતાં પહેલાં તેણે શું કરવાનું રહે છે? વિવેવૈ. (માત્મસ્વરૂપ) જ્ઞાત્વા વા (વિષયક્તિન) પરિત્ય ! વિવેક વડે આત્મસ્વરૂપને જાણીને, બાહ્ય વિષયોનો, પદાર્થોનો, એનાં ચિંતનનો ત્યાગ કરીને (પરિહત્ય) : પરિ + ૮(૨) એ ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ. (૩૩૫) અનુવાદ : .
બહારના (દુન્યવી) પદાર્થોનું અનુસંધાન એનાં ફલરૂપ એવી ખરાબ વાસનાઓનો વધારે ને વધારે વધારો કરે છે; આથી વિવેક વડે (આત્મસ્વરૂપને) જાણીને, બાહ્ય વિષયોને ત્યજીને, સાધકે) નિરંતર પોતાના આત્માનું અનુસંધાન કરતાં રહેવું. (૩૫) ટિપ્પણ:
શ્લોક-૩૩૪માં એક વાર, આ શ્લોકમાં બે વાર પ્રયોજાયેલો મનુબ્ધ - શબ્દ, અને શ્લોક-૩૩૩માં બે વાર પ્રયોજાયેલો મસલ્વાન, - શબ્દ, શ્લોક૩૩૩નાં ટિપ્પણમાં ટાંકેલી “છાન્દોગ્ય”-ઉપનિષદની આખ્યાયિકામાં પ્રયોજાયેલા સિન્ધાન – શબ્દની સાર્થકતા સિદ્ધ કરે છે.
જેવું બીજ, એવું જ ફળ', - એ ન્યાય અનુસાર, સંસારના બાહ્ય-ભૌતિકસ્થૂલ વિષયો-પદાર્થોનાં ચિંતન-સેવન-ટણ, એ જ જો મનુષ્યનાં ચિત્તમાં બીજરૂપે પડ્યાં હોય તો, એનાં ફલ-સ્વરૂપ દુષ્ટ વાસનાઓની સતત વૃદ્ધિ થતી જ રહે, એ સિવાય બીજું શું પરિણામ આવે ? (દુર્વાસનાં પર્વ છમ્ l); પરંતુ આવી વા-અનધિ આટલેથી ન અટકતી નથી : એ તો આવી દુર્વાસનાને વધુ ને વધુ બહેકાવતી રહે, ઉશ્કેરતી રહે, તોફાને ચઢાવતી રહે ! (તતઃ તતઃ ધાં પરિવર્ધયેત્ ) અને ખરાબ વાસનાઓનો આવો ચકરાવો, પછી તો, મનુષ્ય પાસે અનેક અનિષ્ટો અને અનર્થો કરાવતાં અટકે નહીં, અચકાય જ નહીં ! તો પછી, આવા દુષ્પરિણામમાંથી બચવા માટે માણસે શું કરવું ? જવાબ
- વિવેકચૂડામણિ | ૬૨૩