________________
પર, આકાશમાં અને પાણીમાં હરે ફરે રહે છે, જીવે છે; અને અંતે મૃત્યુ પામે છે. આવાં ભૂતોનું અસ્તિત્વ ખરેખર છે? જો હોય તો, ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એવું વિધાન શા માટે કરે કે, - “આ બધાં ભૂતો મારામાં નથી ? સ્થાન ભૂતાનિ I (૯, ૫), ભગવાનનાં પોતાનાંમાં જ જે “નથી”, એના માટે છે', - એમ કહી શકાય જ શી રીતે ? આ થયું, અનેકોમાંનું એક, સ્મૃતિવાક્ય.
ન્યાય : તર્કશાસ્ત્રના ગ્રંથોમાં, અનેક યુક્તિઓમાંની એક યુક્તિ આ પ્રમાણે નોંધાઈ છે : થર્ દૃષ્ટ તત્ નષ્ટમ્ ! ... તન્ હેયમ્ (“જે કંઈ દેખાય છે, દશ્ય” છે, તે નાશ પામે તેવું હોય છે, ...તેનો ત્યાગ કરવો જોઈએ, તે નિષેધપાત્ર છે').
આમ, સંક્ષેપમાં, શ્રુતિ-સ્મૃતિ-ન્યાયનાં ઉપર્યુક્ત વિધાનો દ્વારા, નિઃશંક સિદ્ધ થાય છે કે અહીં, જગતમાંનું સઘળું જે કંઈ ઉદેશ્ય છે તે, નિષિદ્ધ' છે. સાધકે તેમાં “આત્મબુદ્ધિ ન કરવી જોઈએ.
આ “આત્મબુદ્ધિના બે અર્થ આ પ્રમાણે પણ ઘટાવી શકાય : (૧) એક તો એ કે પેલું સઘળું દશ્ય” “અનાત્મ' છે અને આવાં “અનાત્મમાં “આત્મબુદ્ધિ’ કરવી, તે તો સાધક માટે સદા-સર્વદા નિષિદ્ધ જ છે. (૨) બીજું, જે “અનાત્મ' છે તે, આત્માનું, પોતાનું, પોતાની માલિકીનું હોઈ શકે નહીં; તે પર છે, બીજાનું છે, પારકું છે; એમાં “આત્મબુદ્ધિ કરવી, એટલે “પારકી વસ્તુને “પોતાની ગણવી; અને આ તો “ચોરી' કહેવાય ! અને “ચોરી એટલે “નિષિદ્ધ-આચરણ આવો ચોર તો નિષિદ્ધકર્તા ( તુવ:) હોવાથી, એને જેલ, દંડ, શિક્ષા વગેરે અનેક પ્રકારની સખત સજા થાય; અને પછી તો, આવા ચોરનાં નસીબમાં તો, દુઃખોની અણ-અટકી પરંપરા - (કુવોપરિ તુ ગાત) રહે !
આચાર્યશ્રીનાં, આ શ્લોકમાંનાં, નિરૂપણમાંની બે વિશિષ્ટતાઓ, આ પ્રમાણે, નોંધપાત્ર છે. એક તો એ કે “ચોર માટે તેમણે મન્નુર – જેવો અઘરો અને બહુ ઓછો પ્રયોજાતો શબ્દો પ્રયોજયો છે; અને બીજું એ કે જગતમાંના “દશ્ય', એટલે કે નિષિદ્ધ પદાર્થોમાં “આત્મબુદ્ધિ કરનાર સાધક માટે “ચોર” જેવું ઉપમાન પ્રયોજતાં તેઓશ્રી અચકાતા નથી !
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૨)
૩૩૩
सत्याभिसंधानरतो विमुक्तो ___ महत्त्वमात्मीयमुपैति नित्यम् ।
૬૧૬ | વિવેકચૂડામણિ