________________
સિદ્ધાંત અનુસાર વિચારીએ તો આ જગત તથા તેની અંદરનું દૃશ્ય’ અને ‘સાકાર’ એવું સઘળું ‘પ્રાગ્-અભાવ’વાળું અને પ્રÜસ-અભાવ'વાળું છે અને તેથી જ, ઉચ્ચ પારમાર્થિક દૃષ્ટિએ, બ્રહ્માંડમાંનો આ સઘળો દૃશ્ય’-પ્રપંચ મિથ્યા છે, અસત્ છે, અનિત્ય છે અને અનાત્મ’ છે.
અને આ જ કારણે, આવાં ‘અનાત્મ’ પદાર્થમાં સાધકે ‘આત્મ’-બુદ્ધિ ન કરવી જોઈએ (ય: સ્વાત્મબુદ્ધિ ોતિ 1), એવો ‘નિષેધાત્મક’ આદેશ આ
શ્લોકમાં અભિવ્યક્ત કરવામાં આવ્યો છે.
-
કોઈકને, અલબત્ત, પ્રશ્ન થાય : ‘પરંતુ આવો નિષેધ’ અવશ્યમેવ સ્વીકાર્ય શા માટે ?’
કોઈ પણ આજ્ઞાની બાબતમાં, પ્રતિ-પ્રશ્ન એ કરવાનો રહે છે કે ‘એવી આજ્ઞા કોણે કરી છે ?' વસ્તુતઃ, આજ્ઞાધીનતાનો આધાર આજ્ઞા કરનારની પ્રમાણભૂતતા - (Authoritativeness) અને શ્રદ્ધેયતા (Trustworthiness) પર જ રહે છે.
ભારતીય દાર્શનિક પરંપરામાં જેમનું ‘સ્વતઃપ્રામાણ્ય' સર્વદા-સર્વથા સ્વીકાર્ય રહ્યું છે તે વેદો વગેરે ‘શ્રુતિ’, ‘શ્રુતિ’-આધારિત સ્મૃતિ અને ન્યાય-દર્શન વગેરેનાં સેંકડો વાક્યોએ આવી નિષેધાત્મક આજ્ઞા કરી છે, એમ કહીને આચાર્યશ્રીએ આ ‘નિષેધ’ની સર્વ-સ્વીકાર્યતાના મુદ્દાને અંકિત કરી દીધો છે (શ્રુતિસ્મૃતિન્યાયશટૈનિષિદ્ધે) અને ભાષ્યકારોએ આવાં પ્રતિનિધિરૂપ વાક્યો આ પ્રમાણે ટાંક્યા છે ઃ શ્રુતિ : પૂર્વ પ્રપંä ય-વિચિત્ યદ્-યદ્-ગતિ વીક્ષ્યતે ।
દૃશ્યપ ત્ર -સ્વરૂપે સર્વ શશવિષાળવત્ । (તેજોબિંદુ’-શ્રુતિ) (‘જગતમાં દશ્યરૂપે અને દૃષ્ટારૂપે, જે-જે કંઈ પ્રપંચરૂપ દેખાય છે, તે-તે સઘળું સસલાંનાં શિંગડાં જેવું મિથ્યા છે.')
જગતમાંના સર્વ ‘દૈશ્ય' પદાર્થો કેવા છે ? કોના જેવા છે ? આ સરખામણી ‘સો-ટકા' જડબેસલાક છે, કારણ કે ‘સસલાંને શિંગડાં' (શશવિષાળ) ક્યારેય પણ હોતાં જ નથી ! ટૂંકમાં, જગત અને જગતમાંનું સઘળું દૃશ્ય' એટલે કદી પણ અસ્તિત્વ ન ધરાવતું, ‘શવિષાણ’ જેવું !
દાર્શનિક ચર્ચાઓમાં, આવી, ‘શવિષાણ’ જેવી થોડી વસ્તુઓ આ પ્રમાણે નોંધાઈ છે :
વાંઝણી સ્ત્રીનો દીકરો,– ‘વંધ્યાપુત્ર’
ઝાંઝવાનાં જળ,
– ‘મૃગતૃષ્ણિકા’
આકાશનું ફૂલ,
‘આકાશપુષ્પ’
સ્મૃતિ ઃ આ જગતમાં અસંખ્ય ‘ભૂતો' છે, - જે જન્મ્યાં છે અને જે પૃથ્વી વિવેકચૂડામણિ / ૬૧૫