________________
“મૃત્યુ' તો, આવવાનું હશે ત્યારે આવશે, - મોક્ષપ્રાપ્તિ બાબતની એની જિંદગી તો, પોતાનાં સ્વરૂપ અંગેની આવી યુતિ(એટલે કે પ્રમાદ)નાં કારણે જ ખતમ થઈ
ગઈ !
અને પ્રમાદમાંથી જ પ્રગટેલી અનર્થ-પરંપરાનું તાદશ શબ્દચિત્ર આપતાં, આચાર્યશ્રીએ, પ્રમાદમાંથી મોહ, મોહમાંથી અહંકાર, અહંકારમાંથી સંસારબંધન અને બંધનમાંથી વ્યથા, - એવી એક નિસરણીનું જ નિરૂપણ કર્યું છે. આ નિસરણીનાં સાવ નીચેનાં પગથિયાંને આચાર્યશ્રીએ “વ્યથા” એવું નામ આપ્યું છે, એમાં પૂરું ઔચિત્ય છે, કારણ કે આત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર માટે તો હંમેશાં આનંદ જ હોય ! એના માટે દુઃખની ઉત્પત્તિ એટલે ‘આનંદ’નો નિષેધ અને આનંદ-નિષેધ એટલે આત્માનો નિષેધ અને આત્માનો નિષેધ એટલે મોક્ષાર્થી સાધક માટે તો “મૃત્યુ' સિવાય બીજું કશું જ નહીં !
પ્રમાવો વૈ મૃત્યુ: | - સનસુજાતનું આ વિધાન તો એક “સૂત્ર” જેવું છે, એટલે આ શ્લોકમાં, પોતાનાં સ્વરૂપ અંગેની અસાવધાનીને જ “પ્રમાદના પર્યાય તરીકે યોજીને, આચાર્યશ્રીએ, એક સમર્થ “ભાષ્યકાર તરીકેનો પોતાનો પરિચય આપી દીધો છે : પોતાનાં સ્વરૂપનું જ વિસ્મરણ, એ જ સાધક માટે તો ઔપચારિક “મૃત્યુ ! આટલાં અધ:પતન પછી, એ જીવે કે ન જીવે, - બધું ય સરખું ! આવાં “મૃત્યુ પછીનું “જીવન” એટલે માત્ર શ્વાસોચ્છવાસ !
શ્લોકનો છંદ અનુષુપ (૩૨૩)
૩૨૪
विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमपि विस्मृतिः ।
विक्षेपयति धीदोषैर्योषा जारमिव प्रियम् ॥३२४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
વિષયાભિમુખ દર્વ વિદ્યાસમપિ વિસ્મૃતિઃ |
વિક્ષેપયતિ ધીદોબૈર્યોષા જારમિવ પ્રિયમ્ li૩૨૪ શ્લોકનો ગદ્ય અન્વય :
योषा प्रियं जारं इव, विद्वांसं अपि विषय-अभिमुखं दृष्ट्वा, विस्मृतिः (ત) ધી-વર્ષ: વિક્ષેપતિ રૂરી
૫૯૪ | વિવેકચૂડામણિ