________________
શ્લોકનો ગદ્ય અન્વય :
જ્ઞાનિનઃ વસ્વરૂપ: પ્રમાહિત્ અન્ય: અનર્થ: ર (સ્તિ) | તત: મોડ, તત: માં-ધીઃ, તતા વધા, તા: (૧) વ્યથા (સંમતિ) રૂરરૂા. શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : જ્ઞાનિનઃ (મનુષ્યસ્ય) સ્વ-સ્વરૂપત: પ્રમાવાન્ મચ: અનર્થ: નતિ | પોતાનાં મૂળ સ્વરૂપનાં અનુસંધાનમાં ગાફેલપણું, અવિસ્મરણ, અસાવધાની કે અતિ, એ જ પ્રમાદ; અને જ્ઞાની મનુષ્ય માટે આવા પ્રમાદ જેવો બીજો કોઈ અનર્થ (Evil) નથી, અને તે(પ્રમાદ)માંથી મોહ, તે(મોહ)માંથી અહંકાર-બુદ્ધિ, તે(અહંકાર-બુદ્ધિ)માંથી (સંસાર-બંધન) અને તે(સંસાર-બંધન)માંથી (અંતે) દુઃખ (વ્યથા) ઉત્પન્ન થાય છે. (૩ર૩) અનુવાદ :
જ્ઞાની (મનુષ્ય) માટે, પોતાનાં સ્વરૂપ વિશેના પ્રમાદ (એટલે કે તેની બાબતમાં અસાવધાની) જેવો બીજો કોઈ અનર્થ નથી; (કારણ કે, તે(પ્રમાદ)માંથી મોહ, તે(મોહ)માંથી અહંકાર, તે(અહંકાર)માંથી (સંસાર-બંધન) અને (અંતે) તે(બંધન)માંથી દુઃખ ઉત્પન્ન થાય છે. (૩૨૩) ટિપ્પણ :
પ્રમાદ એ જ મૃત્યુ છે', - એવો, પરમ-બ્રહ્મજ્ઞ સનસુજાતનો સુનિશ્ચિત મત, મહાભારતમાંથી ટાંકીને, આચાર્યશ્રીએ, મોક્ષાર્થી સાધકને, “કદી પણ પ્રમાદ ન કરવો”, - એવો આદેશ આપ્યા પછી, પોતાના આ આદેશની પાછળ રહેલા હેતુને, તેઓશ્રી, અહીં સ્પષ્ટ રીતે સમજાવે છે :
પ્રમાદનાં સ્વરૂપને સમજાવતાં, સૌપ્રથમ વાત તો, તેઓશ્રીએ એ કહી કે પ્રમાદ એટલે, સાદી ભાષામાં કહેવું હોય તો, બીજું કશું જ નહીં પણ પોતાની જાતને જ ભૂલી જવી; “સ્વરૂપ એટલે પોતાનો આત્મા; અને આત્મા વિષેનું વિસ્મરણ, આત્મ-વિભ્રમ, એના વિશેની અસાવધાની, એ જ પ્રમાદ. સનસુજાતે “પ્રમાદને જ “મૃત્યુ' કહ્યું, એની પાછળની પાયાની હકીકત જ આ હતી કે સાધક પોતાના આત્મા વિશે વિભ્રમ સેવે, પોતાના સ્વરૂપને જ વીસરી જાય, એના જેવો બીજો કોઈ અનર્થ એના માટે નથી; કારણ કે આવો અનર્થ, મોક્ષાર્થી સાધક તરીકેની એની કારકિર્દીના નાશમાં જ પરિણમે છે; અને ગયા શ્લોકનાં ટિપ્પણમાં આપણે જોયું તેમ, સાધકની જીવનધ્યેય સમી આ કારકિર્દીનો નાશ એટલે, મૃત્યુના આલંકારિક (Metaphorical) અર્થમાં, એના માટે તો, આ જ મૃત્યુ ! વાચ્યાર્થ પ્રમાણેનું, પેલું, નિયતિ-નિયત, ફર્મા - ૩૮
વિવેકચૂડામણિ | ૫૩