________________
‘સારા-નરસા’ હોવા પર રહે છે. તેના પૂર્વ-સંસ્કારો ‘સારા' હોય તો તેને સદ્વાસના, આત્મ-વાસના અથવા બ્રહ્મ-વાસના સેવવાનું સૂઝે છે; પરંતુ જો તેના પૂર્વસંસ્કારો ‘ખરાબ’ હોય તો-તો, તેના નસીબે અહંકાર-વાસના, વિષયવાસના અથવા અનાત્મ-વાસના જ રહે !
એટલે, જો તેના પૂર્વ-સંસ્કારોના સારા પ્રભાવનાં 'પરિણામે, તેની બ્રહ્મવાસનાસ્ફૂર્તિ સોળે કળાએ પ્રગટ થઈ જાય (સદ્-વાસના-સ્ફૂર્તિ-વિટ્ટમ્પળે સતિ), તો પેલી રાંક જેવી, બાપડી, અહંકાર-વગેરેને લગતી વાસના તો પળવારમાં જ વિલીન થઈ જાય (અસૌ અહમાદ્રિ-વાસના તુ વિસ્તીના મવતિ !) ! એનો એક અંશ પણ ટકી ન શકે !
રાત ભલેને અમાસની ઘોર અંધારી હોય (અતિપ્રષ્ટ તમિલા અત્તિ), ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ પ્રગટે એટલી વાર ! (અનુપ્રમાયાં). રાતને, બિચારીને, નાસી જવા સિવાય છૂટકો જ નહીં (સાધુ વિલીયતે 4) ! અજવાળું આવે, એટલે અંધારાંનું આવી જ બને ! બંને એકબીજાનાં પૂરાં વિરોધી ! બંને, એકીસાથે, રહી જ ન શકે !
બસ, એવું જ અહંકાર-વાસનાનું ! બ્રહ્મવાસનાનો ઉદય થાય, એટલી જ
વાર !
બે વાત, આ શ્લોકમાં, નોંધપાત્ર છે : એક તો એ કે ‘વાસના’- શબ્દ, ‘સ ્’ અને ‘અહં’, - બંને સાથે પ્રયોજાયા છે : મહત્ત્વ ‘વાસના'નું નથી, એ કોની સાથે જોડાયેલી છે, તેનું છે ! અને બીજું, શ્લોકમાં પ્રયોજાયેલી ઉપમા જેટલી ઔચિત્યપૂર્ણ છે, એટલી જ અર્થસાધક અને આચાર્યશ્રીની કવિ-સૂઝની પરિચાયક છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૧૯)
૩૨૦
तमस्तमस्कार्यमनर्थजालं
न दृश्यते सत्युदिते दिनेशे ।
तथाऽद्वयानन्दरसानुभूतौ
नैवास्ति बन्धो न च दुःखगन्धः ॥ ३२० ॥
શ્લોકનો ગુજરાતી પાઠ : તમસ્તમસ્કાર્યમનર્થજાલં
ન દશ્યતે સત્યુદિતે દિનેશે। ૫૮૪ / વિવેકચૂડામણિ