________________
ટિપ્પણ :
શબ્દાર્થ, વાક્યરચના અને અન્વયની દૃષ્ટિએ શ્લોક સહેલો છે, પરંતુ એમાં યોજાયેલા જાય અને ત્રીન, - એ બે શબ્દો પારિભાષિક સંદર્ભ ધરાવતા હોવાથી, એની સમજૂતી આવશ્યક બને છે.
સૌપ્રથમ તો, એ સમજી લેવાનું રહે છે કે વાર્ય શબ્દને ઉપનિષદો અને ગીતા જેવા તત્ત્વચિંતનના ગ્રંથોમાં પ્રયોજાયેલા ર્મ-શબ્દના પર્યાય તરીકે અને એના સમાનાર્થ તરીકે સ્વીકારી લેવાનો રહે છે. બીજું, વીન-શબ્દને ‘વાસનાનાં બીજ' તરીકે સમજવાનો રહે છે.
મૂળ વાત આત્મજ્ઞાનનાં મહત્ત્વની છે. મનુષ્ય પોતાનાં જીવનમાં જે કાંઈ કર્મો કરે છે તે, દેહાભિમાન અને દેહાત્મભાવને કારણે, ‘હું દેહ છું' - એવા કર્તાભોક્તાભાવને કારણે કરે છે અને આવો ભાવ એટલે જ અજ્ઞાન. આત્મજ્ઞાનની પરિસ્થિતિમાં તો, દેહ-ઇન્દ્રિયો વગેરે અનાત્મ-વસ્તુઓને કશું સ્થાન જ હોતું નથી. આમ, ક્રમાનુસાર, આ સમગ્ર પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો સ્પષ્ટ સમજાશે કે અજ્ઞાન મનુષ્યનાં ચિત્તમાં કર્મની ‘વાસના' ઉત્પન્ન કરે છે અને ‘વાસના’ના પ્રભાવ હેઠળ, તે કર્મો કરે છે, એટલે આ શ્લોકમાં પ્રયોજાયેલો શબ્દ વીન એટલે કર્મનું ‘બીજ’, - જે, ‘વાસના’માંથી જન્મે છે. હકીકતમાં, સમગ્ર પ્રક્રિયાનો પૂર્વાપરભાવ આ રીતે નિશ્ચિત કરી શકાય : અજ્ઞાન, વાસના અને કર્મ.
હવે, આ જ સંદર્ભમાં, બીજી એક એ વાત સમજી લેવાની રહે છે કે પોતાનાં જીવાતાં જીવન દરમિયાન, મનુષ્ય જે ‘ક્રિયમાણ' કર્મો કરે છે તે, ફળ આપ્યા વિનાનાં રહે તો, તે કર્મોને ભોગવવા માટે, તેને ફરી જન્મવું જ પડે. ભોગવ્યા વિનાનાં કર્મો તો ચાલુ જ હોય છે. આમ, ન ભોગવાયેલાં (અમુત્ત) ‘ક્રિયમાણ’ અને ‘સંચિત’ કર્મો, પાર્કીને ‘પ્રારબ્ધ’ કર્મો બન્યા પછી, એ બધાં પૂરેપૂરાં ભોગવાય, એટલે કે એનાં ફળ મનુષ્ય ભોગવી લે, પારિભાષિક શબ્દ પ્રયોજીને કહીએ તો, જ્યાં સુધી બધાં જ કર્મો મુર્ત્ત ન બને ત્યાં સુધી, જન્મ-મૃત્યુનું ચક્ર મનુષ્ય માટે અવિરત ચાલુ જ રહે !
પરંતુ ત્રીનનો નાશ ક્યારે થાય (વીનનાશ:) ? ર્મનો નાશ થાય ત્યારે જ (ાર્યનાશાત્) ! કારણ કે જો મનુષ્યનાં પેલાં બધાં - ‘ક્રિયમાણ’, ‘સંચિત’, ‘પ્રારબ્ધ’ વગેરે - કર્મો વધારવામાં જ આવે (ાર્યપ્રવર્ધનાત્), તો-તો વાસના ચાલુ રહે અને વાસનાનાં બીજ પણ વધતાં જ રહે (વીનપ્રવૃત્ત:) ! આમ, કર્મ અને વાસના-બીજનું એક ‘વિષચક્ર (vicious circle)' અણુ-અટક્યું ચાલ્યા જ કરે, જે, એવાં જ
વિવેકચૂડામણિ / ૫૭૩