________________
અનિચ્છનીય જન્મ-મરણનાં “વિષચક્ર' માટેનું નિમિત્ત બને !
અને આવાં વિષચક્રો (vicious circles)ને, તેમની સતત ચાલતી ગતિના કોઈક તબક્કે, સમયસર, અટકાવવામાં ન આવે તો, તે બધાં, અંગ્રેજીમાં કહ્યું છે તેમ, “અનંત કાળ સુધી” (Ad Infinitum) ચાલ્યા જ કરે !
અને આવાં “વિષચક્રો ચાલ્યા કરે ત્યાં સુધી, મુક્તિની તો શક્યતા જ નહીંએટલે જ, પેલાં ‘વિષચક્રોનાં નિવારણ અથવા નાશ માટે, ગ્રંથકારે પોતાનો આખરી નિર્ણય આપી દીધો કે કર્મો ચાલુ રહે એવી સ્થિતિ ટાળવી જોઈએ (તસ્માત कार्यं निरोधयेत् ।)
સંક્ષેપમાં, “હું દેહ છું' - એવા દેહાત્મભાવને બદલે, “હું બ્રહ્મ છું' - એવી ભાવના જો સાધકનાં ચિત્તમાં સ્થિર અને સુદઢ થઈ જાય તો, દેહાદિમાં અધ્યાસ બંધ થઈ જાય અને પરિણામે, કર્મનાં બીજ-રૂપ-વાસનાનું અસ્તિત્વ જ ન રહે! પછી તો નારી એટલે વીનનાશ, - એવી અભીષ્ટ ફલશ્રુતિ અને સાત્ત્વિક સિદ્ધિ !
શ્લોકનો છંદઃ અનુષુપ (૩૧૩)
૩૧૪
वासनावृद्धितः कार्यं कार्यवृद्ध्या च वासना ।
वर्धते सर्वथा पुंसः संसारो न निवर्तते ॥३१४॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વાસનાવૃદ્વિતઃ કાર્ય કાર્યવૃદ્ધયા ય વાસના
વધતિ સર્વથા સઃ સંસારો ન નિવર્તિત /૩૧૪ શ્લોકનો ગદ્ય અન્વય :
વાસનાવૃદ્ધિત: ાર્ય (વધતિ), કાર્યવૃદ્ધયા વાસના વધતિ (ત:) पुंसः संसारः सर्वथा न निर्वतते ॥३१४॥ · શબ્દાર્થ :
આ શ્લોકમાં પણ, ગયા શ્લોક જેવો જ, મહદંશે, દંડાન્વય' જ છે. વૃદ્ધિત: - વૃદ્ધિ થવાથી, વૃદ્ધિનાં કારણે, વૃદ્ધિ દ્વારા. વાસના એટલે કર્મનાં બીજ-રૂપ વાસના. : પુરુષ એટલે કે મનુષ્યનો, જીવનો, જીવાત્માનો. સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વ રીતે; સર્વથા ન નિવર્તત એટલે કે (સંસારનું) કોઈ પણ રીતે નિવારણ
૫૭૪ | વિવેકચૂડામણિ