________________
(મતિ) / મતિઃ - આથી, આ કારણે, એટલા માટે; મેવાસજીિ એટલે ભેદબુદ્ધિ; બ્રહ્મથી જીવાત્માની ભિન્નતા; બ્રહ્મ અને જીવ જુદા છે, એવી સમજ, એવી માન્યતા; અર્થ એટલે વિષયો, વિષયવાસનાઓ; સન્ધાન એટલે તે વિષયોનો સંપર્ક, સંબંધ, તેનું ચિંતન; પરત્વે એટલે એમાં જ પ્રવૃત્ત રહેવું, મગ્ન-મગૂલ-રત રહેવું તે; પવન્ધહેતુ: એટલે સંસારનાં બંધનનું કારણ; આથી જ, ભેદબુદ્ધિનાં કારણે, વિષયોનાં ચિંતનમાં મગ્ન રહેવું; એ જ સંસાર-બંધનનું કારણ બને છે. (૩૧૨) અનુવાદ :
દેહને જ જે (મનુષ્ય) આત્મા સમજે છે, તે જ (માણસ) કામી બને છે. તે દિહના)થી (આત્માને) જુદો સમજનાર (માણસ) કામનાઓવાળો કેમ થાય? આથી જ, ભેદબુદ્ધિથી વિષયોનાં ચિંતનમાં પ્રવૃત્ત રહેવું, એ જ (તેના માટે સંસારનાં બંધનનું કારણ બને છે. (૩૧૨) ટિપ્પણ:
મનુષ્યને માટે સંસારનું બંધન કેમ, કેવી રીતે સર્જાય છે, તે સમજાવવા માટે ગ્રંથકારે, અહીં, ગીતાના પેલા શ્લોકોની જેમ, નાનકડી એક નિસરણીનું નિરૂપણ કર્યું છે : સંસાર-બંધન (ભવવ૫) તો, ગીતા-શ્લોકોમાં નિર્દિષ્ટ સર્વનાશ જેવું છેલ્લું પગથિયું છે. મનુષ્યની સૌપ્રથમ ભૂલ છે, દેહાત્મબુદ્ધિ; દેહને જ આત્મા સમજી લેવાની ભૂલ. વેદાંતદર્શનના સિદ્ધાંત પ્રમાણે, સમગ્ર બ્રહ્માંડમાં, આત્મા સિવાયનું બીજું કશું છે જ નહીં, એક આત્માનું જ સર્વત્ર સદા-સર્વદા અસ્તિત્વ છે. આમ છતાં, દેહાત્મબુદ્ધિવાળો માણસ, આત્મા ઉપરાંત દેહનાં અસ્તિત્વને પણ સ્વીકારે છે, આથી તેનામાં વૈતભાવ, ભેદભાવ (બ્રહ્મથી જીવની ભિન્નતા) જન્મે છે. દેહ અને આત્મા વચ્ચેની આવી ભેદબુદ્ધિને કારણે, તે વિષયચિંતન કરવા માંડે છે, તે કામી બની જાય છે; અને ભેદબુદ્ધિનાં પરિણામ-સ્વરૂપ, વિષયચિંતન-પ્રવૃત્તિ, એ જ એનાં સંસારના સર્જનનું, એનાં બંધનનું નિમિત્ત બની જાય છે. આમ, વિષયચિંતન, આસક્તિ, કામ-ક્રોધ-મોહના આવેગો-આવેશો અને એમાંથી સ્વાભાવિક રીતે ઉદ્ભવતાં સ્મૃતિભ્રંશ અને બુદ્ધિનાશના ક્રમિક તબક્કાઓમાંથી પસાર થઈને, મનુષ્ય, સંસારબંધનરૂપી સર્વનાશને પામે છે.
પરંતુ જેને દેહ સાથે સંબંધ જ નથી, એટલું જ નહીં પણ દેહને આત્માથી જુદો સમજે છે (વિનક્ષણ:) અને દેહ તો “અનાત્મ' હોવાથી નાશવંત છે, અનિત્ય છે, તેથી તે તો માત્ર આત્માનું જ અસ્તિત્વ સ્વીકારે છે; એટલે તેના માટે અદ્વૈતબુદ્ધિ જ રહે છે. આવા માણસને તો, પછી, કામનાઓ રહે જ કેવી રીતે (ામયિતા શું યાતિ) ?
વિવેકચૂડામણિ | પ૭૧