SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ: અહંકારનો નિઃશેષ નાશ, - છેલ્લા કેટલાક શ્લોકોમાં આ વિષયનું જ નિરૂપણ ચાલી રહ્યું છે તેમાં, છેલ્લા શ્લોકમાં તો, શ્રીસદ્ગુરુએ, અહંકારના નાશનાં પરિણામે, સાધક-શિષ્યને, સંભવિત લાભના સુખનો અનુભવ કરવા, આ પ્રમાણે અનુરોધ કર્યો હતો : આત્મસામ્રાજ્યસુષે મુંદ્ઘ I અહીં પણ એવો જ અનુરોધ છે : તૂષ્પી સમાસ્વ | પરંતુ આત્મસામ્રાજ્યનો આનંદ ભોગવતાં પહેલાં અને તાત્ત્વિક મૌન ધારણ કરતાં પહેલાં, શિષ્ય કેટલીક મહત્ત્વની પ્રક્રિયાઓને સંપન્ન કરી લેવાની રહે છે અને તે બધી, આવા અંતિમ પરિણામ માટેની અનિવાર્ય પૂર્વભૂમિકા છે, એ યાદ રાખવા જેવું છે : સૌપ્રથમ તો, દેહાદિ “અનાત્મ'-વસ્તુઓના સેવનને લીધે ઉત્પન્ન થયેલી અહંકાર વગેરે અનિચ્છનીય વૃત્તિઓની સંપૂર્ણ નિવૃત્તિ; ત્યારપછી, આત્મજ્ઞાન-સ્વરૂપ એવાં પરમતત્ત્વના લાભને લીધે, વિષયવાસનાઓ પ્રત્યેની આસક્તિમાંથી વિમુક્તિ; અને ત્યારપછી, છેલ્લે, આત્મસુખની અનુભૂતિને કારણે પ્રાપ્ત થતી અંતરાત્માની પૂર્ણતાની પ્રતીતિ : બસ, આવી ઉત્કૃષ્ટ અવસ્થામાં તો સાધકનાં મનમાં કશા સંકલ્પવિકલ્પો રહે જ નહીં, એના માટે તો, આ જ નિર્વિકલ્પ-બ્રહ્મની સમાધિ ! * જીવનના આવા પરાકાષ્ટારૂપ ધન્ય તબક્કામાં, સાધકનાં સર્વ આશા-આકાંક્ષાઅપેક્ષા શમી જાય છે, શબ્દના આધારની કશી જરૂર એને રહેતી નથી અને એનું મૌન, અંતઃકરણનાં ઊંડાણમાંથી સ્વયમેવ સર્જાતી એની નિઃશબ્દ શાંતિ અને આત્મસાક્ષાત્કારનો પરમ આનંદ આપે છે : આવું તાત્ત્વિક મૌન ધારણ કરવાનો અનુરોધ ગુરુજી અહીં શિષ્યને કરે છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૦૯) ૩૧૦ समूलकृत्तोऽपि महानहं पुनर् -યુવતઃ ચોદવિ ચેતના ક્ષમ્ | ‘संजीव्य विक्षेपशतं करोति नभस्वता प्रावृषि वारिदो यथा ॥३१०॥ શ્લોકનો ગુજરાતી પાઠ: સમૂલકત્તોડપિ મહાનાં પુન-બુલેખિતઃ સ્યાદ્યદિ ચેતસા ક્ષણમ્ | વિવેકચૂડામણિ | પ૬૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy