________________
તે સંસ્કૃતિ: ન વ (સ્યાત્) । તારા માટે સંસાર ન જ હોઈ શકે. તે એટલે કે “તું” કેવો ? અમુલ્ય – આ(પ્રત્યાગાત્મ-સ્વરૂપ એવો તું, એવા તારો)નો; અö-અધ્યાસ વિના । અહંકારમાં અધ્યાસ વિના; વળી તે (“તું”) કેવો ? ‘તારો', એટલે કે આ(પ્રત્યગાત્મ-સ્વરૂપ)નાં છ વિશેષણો આ પ્રમાણે : (૧) સવા પક્ષ્ય - જે સદાસર્વદા એક જ સ્વરૂપમાં હોય છે, એવો; જેનાં રૂપમાં ક્યારેય કશું પણ પરિવર્તન થતું નથી, એવો; હંમેશાં એક જ રૂપમાં રહેનારો, એવો; (૨) વિત્-આત્મન: । - જ્ઞાન-સ્વરૂપ, જ્ઞાનાત્મા; (૩) વિમો: વ્યાપક; (૪) આનન્દ્રમૂર્ત: - આનન્દમૂર્તિ; જેનું સ્વરૂપ આનંદનું છે, એવો; આનન્દસ્વરૂપ; (૫) અનવદ્યીતે: । અનવદ્ય એટલે નિષ્કલંક, પવિત્ર, વિશુદ્ધ, નિષ્કલંક કીર્તિવાળો; પવિત્ર પ્રતિષ્ઠાવાળો; કલંકરહિત કારકિર્દીવાળો; (૬) વ પિ વારિ । ક્યાંય પણ વિકાર ન પામતો, સદા-સર્વત્ર નિર્વિકાર, અવિકારી. (૩૦૭).
અનુવાદ :
-
સદા-એકરૂપ, જ્ઞાન-સ્વરૂપ, વ્યાપક, આનંદમૂર્તિ, નિષ્કલંક કીર્તિવાળા અને સર્વત્ર-નિર્વિકાર એવા તારા માટે, એટલે કે આવા પ્રત્યગાત્મસ્વરૂપ માટે, અહંકારમાં અધ્યાસ કર્યા વિના, સંસાર ન જ હોઈ શકે. (૩૦૭)
ટિપ્પણ :
સંસાર-પ્રાપ્તિનો ભય અથવા એવી પ્રાપ્તિની શક્યતા કોના માટે ? એવા સવાલનો જવાબ અહીં આપવામાં આવ્યો છે.
શ્રીસદ્ગુરુજી શિષ્યને કહે છે કે “તું તો આત્મસ્વરૂપ છો અને મૂળભૂત આત્મસ્વરૂપે શરીરરહિત છો, તને સંસારનો ભય હોય જ નહીં ! વળી, જે પ્રત્યક્આત્મ-સ્વરૂપ હોય, તે તો હંમેશાં એકરૂપ જ હોય (સવેપસ્ય), અનેકરૂપ તો સંસારીને જ હોય; એ જ રીતે, સંસારની સંભવિતતા તો અજ્ઞાનીને જ હોય, તું તો જ્ઞાનસ્વરૂપ (ખ્રિવાત્મનઃ) છો. માપ કે મર્યાદા પણ સંસારીને જ નડે, તું તો વ્યાપક છો (વિમો:). આનંદ સિવાયના, શોક-દુઃખ-ચિંતા જેવા ભાવોની તકલીફ પણ સંસારીને જ વેઠવાની હોય, જ્યારે તું તો પરમાત્માનાં મૂળ સ્વરૂપમાંના આનંદનો જ અંશ છો, આનંદસ્વરૂપ (ઞાનન્દ્રમૂર્તે:) છો અને આત્મા તો સદા-સર્વદા વિશુદ્ધ હોવાથી, એની કીર્તિને કશું કલંક ન જ હોય (અનવદ્યીã:); અને જે સદા-સતત-નિરંતર નિર્વિકાર છે (વ અપિ અવિદ્યારિળ:), એવા તારે વળી સંસાર-સંબંધ જ
શાનો ?”
ગુરુજીએ તો, શિષ્ય માટે, આ રીતે, સંસારપ્રાપ્તિની શક્યતા અને ભીતિ પર
૫૬૦ / વિવેકચૂડામણિ