________________
રહી જાય, ત્યાં સુધી; અહંતા એટલે ‘અહં’-ભાવ અહં-પણું, અહંકાર, ‘ત્યાં સુધી’ શું ? (બ) તાવણ્ યોગિન: મુખ્ત્ય (થૅ મવેત્ ?) ત્યાં સુધી યોગીની મુક્તિ કેવી રીતે શક્ય બને ? (૩૦૪)
અનુવાદ :
જ્યાં સુધી દેહમાં વિષના દોષની અસર ચાલુ હોય ત્યાં સુધી, આરોગ્ય કેવી રીતે શક્ય બને ? તે જ રીતે, (યોગીનાં મનમાં, જરા પણ) અહંકાર જ્યાં સુધી રહી જાય, ત્યાં સુધી, તેની મુક્તિ (નિર્વિઘ્ન કેમ બને) ? (૩૦૪)
ટિપ્પણ :
મોક્ષપ્રાપ્તિની યાત્રાના માર્ગમાં અહંકાર એ બહુ મોટો અનર્થકારક પ્રતિબંધ (Obstacle) છે, એ હકીકત શિષ્યનાં મનમાં મજબૂત રીતે ઠસાવવા માટે, શ્રીસદ્ગુરુ, છેલ્લા થોડા શ્લોકોમાં, અનેક વિવિધ રીતે, પ્રયાસ કરતા રહ્યા છે, એ અહીં પણ ચાલુ છે.
અહંકારનાં જોખમ(Risk)ની ભયાનકતા સૂચવવા માટે, ગુરુજીએ અત્યારસુધીમાં ‘રૂપક’ જેવો અલંકાર યોજીને, અહંકારની સરખામણી રાહુ જેવા વિનાશક ગ્રહ સાથે અને સર્પ જેવા બિહામણાં પ્રાણી સાથે યોજી છે. હવે અહીં એને ઝેર(વિષ)ના સમકક્ષ તરીકે રજૂ કર્યો છે અને એ માટે એક સરસ ‘ઉપમા’, આયુર્વેદનાં કાર્યક્ષેત્રમાંથી આપી છે.
કોઈ માણસે, કોઈ પણ કારણસર, ઝેર પીધું હોય તો, એને જીવાડવા માટે વૈઘો-ડૉક્ટરો એને અનેક ઔષધો-દવાઓ આપે; તે છતાં પેલાએ પીધેલાં ઝેરના દોષની અસર જ્યાં સુધી જરા પણ દેહમાં રહી જાય (યાવણ્ યક્ િિવદ્પ વિષ-રોષ-સ્ક્રૂતિઃ અસ્તિ ), ત્યાં સુધી તે સંપૂર્ણરીતે સાજો-તાજો અને તંદુરસ્ત કેવી રીતે થઈ શકે ? (તાવત્ થ આરોગ્યાય મવેત્ ?)
મોક્ષપ્રાપ્તિનું પણ આવું જ છે ઃ આમ તો, મોક્ષાર્થી સાધક, સામાન્ય અને સ્વાભાવિક રીતે, અહંકારનાં અનિષ્ટનાં (Evil) સ્વરૂપથી સ-જાગ અને સ-ભાન હોય જ, તે છતાં એક માનવ-સહજ નિર્બળતાને કારણે, કેટલીક વાર, સાધકનાં ચિત્તમાં, પોતાની ત્યાગવૃત્તિ, વૈરાગ્યભાવના, વિદ્વત્તા, યોગી-સંન્યાસી તરીકેની પ્રતિષ્ઠા જેવી, પ્રમાણમાં સારી અને નિરુપદ્રવી બાબતો વિશે, સૂક્ષ્મ અહંકાર, એનો પોતાનો પણ ખ્યાલ ન હોય એ રીતે, અસંપ્રજ્ઞાતપણે (unconsciously) અથવા આવાં એનાં અવચેતન – (Subconscious) મનમાં, અસ્તિત્વ ધરાવતો હોય છે. અહંકારનો આવડો અત્યંત નાનકડો અંશ પણ, એના મોક્ષની પ્રાપ્તિની આડે અવરોધરૂપ બની રહે અને આમ એનું જીવનધ્યેય પરિપૂર્ણ થયા વિનાનું જ રહી જાય !
૫૫૪ / વિવેકચૂડામણિ