________________
વિવેકબુદ્ધિવાળો (મનુષ્ય) જ, ‘વિજ્ઞાન-નામની, તેજસ્વી ધારવાળી, મોટી તલવાર વડે, તેનાં ત્રણ મસ્તકો છેદી નાખીને, તે સર્પને હણીને, (તે) સુખદાયક ખજાનાને ભોગવવા શક્તિમાન થાય છે. (૩૦૩). ટિપ્પણ:
આ શ્લોકમાં પણ, મુમુક્ષુ સાધકના બ્રહ્માનંદ-ઉપભોગમાં આડખીલીરૂપ નીવડી રહેલાં અહંકારનાં નિર્મુલનનાં મહત્ત્વને ફરી એક વાર અધોરેખાંકિત (under-line) કરવામાં આવ્યું છે અને તેના માટે આચાર્યશ્રીએ, એક અર્થ-પ્રતિપાદક અને સાંગસળંગ-સંપૂર્ણ “રૂપક-અલંકાર પ્રયોજયો છે.
એક અતિમૂલ્યવાન મહા-ધનભંડારને (નિધ) કોઈક ભયંકર સર્પ (દિન) એક સ્થળે, પોતાની પ્રચંડ ફેણ વડે (મસ્ત) લપેટીને ગોંધી રાખ્યો છે (સંવેર્યો રસ્યતે)આ ખજાનાને ભોગવવા ઇચ્છતો મનુષ્ય ક્યારે અને કેવી રીતે સક્ષમ થાય (અનુમોડું ક્ષમ:) ?
આ સવાલનો જવાબ, રૂપક-અલંકારનાં માધ્યમમાં આ રીતે આપવામાં આવ્યો છે : સુખદાયક ખજાનો (સુવર: નિધ:) એટલે બ્રહ્મસાક્ષાત્કારમાંથી પ્રાપ્ત થતો આનંદ (બ્રહ્માનન્દ). એને અંતઃકરણમાં (માત્મનિ), પોતાનાં સત્ત્વ-રજસૂ-તમસ્ એ ત્રણ ગુણોરૂપી ઉગ્ર મસ્તકો વડે લપેટીને વીંટાળીને ગોંધી રાખનાર છે, અહંકારરૂપી મહાભયંકર સર્પ.
ખજાનો મેળવવા ઇચ્છતા મનુષ્ય આ સર્પને હણવો જ રહ્યો (નિર્મૂલ્ય). આવું, નિર્મુલન તો શ્રુતિમાંથી નિષ્પન્ન થતા “આત્મજ્ઞાન' નામની તેજસ્વી તલવાર જ કરી શકે – (વિજ્ઞાન-માધ્ય-શુતિમતા મહી-સિતા). પરંતુ પેલા સર્વે, પોતાનાં ત્રિગુણાત્મક ઉગ્ર મસ્તકો વડે વીંટાળીને ખજાનાને સંતાડી રાખ્યો છે અને પોતે રાતદિવસ એની ચોકી કરી રહ્યો છે; એટલે આમાં તો વિવેકબુદ્ધિસંપન્ન કોઈક વિરલા ધીરપુરુષનું જ કામ ! તેણે પોતાનાં પેલાં, તેજસ્વી ધારવાળાં ખગ વડે, સૌપ્રથમ તો, સર્પનાં ત્રણ મસ્તકોને છેદી નાખવાનાં રહે (શીર્ષત્રય વિચ્છેદ્ય). અને આ રીતે સર્પને હણવામાં આવે (નિમૂલ્ય) - તો જ પેલા અઢળક અને અવ્યય ખજાનાને તે ભોગવી શકે !
પરંતુ આ તો થયું અલંકારાત્મક નિરૂપણ. સાદી અને સરળ ભાષામાં, આચાર્યશ્રીનું કવયિતવ્ય તો એટલું જ છે કે સાધકે શ્રુતિસાહિત્યનો તલસ્પર્શી સ્વાધ્યાય કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને એનાં દિવ્ય વર્ચસ્વ વડે, સાંખ્ય-દર્શનપ્રબોધિત પ્રકૃતિ-ગત ત્રણ ગુણોના પ્રભાવનો “
વિચ્છેદ' કરી નાખવો જોઈએ.
પપર | વિવેકચૂડામણિ