________________
શ્લોકનો ગદ્ય અન્વય :
तमसा अनिमूढ्या बुद्ध्या विक्लृप्तः पुरे यः वा 'सः अहं' इति प्रतीतः, तस्य (अहंकारस्य) एव निःशेषतया विनाशे, (जीवात्मा) ब्रह्मात्मभावः પ્રતિવર્ધશૂ: (મતિ) રૂ૦રા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય: તસ્ય (ગાંવરી, શાનJ) પર્વ નિ:શેષતયા વિનાશ (નીવાત્મા) પ્રતિબન્ધશૂન્ય: વૃધ્યાત્મમાવ: (મતિ) . પ્રતિવર્ધશૂન્ય: એટલે કોઈ પણ પ્રકારનાં વિઘ્ન વિનાનો બનીને, કશીયે આડખીલી વગરનો થઈને; બ્રહ્માત્મમાવ: (મતિ)- જીવાત્મા, બ્રહ્માત્મભાવની પ્રાપ્તિ કરે છે, એ ભાવને પામે છે, એ સ્વરૂપે પ્રગટ થાય છે. આવું ક્યારે શક્ય બને છે? નિ:શેષતા એટલે, કશી પણ શેષ ન રહે, એવી સંપૂર્ણરીતે, સમૂલ, સમૂળગો, સર્વથા તે(અહંકાર)નો સમૂળગો વિનાશ થાય ત્યારે જ. તે અહંકાર કેવો છે? બે વિશેષણો આ પ્રમાણે : (૧) તમલી અતિમૂલ્ય વૃદ્ધયા વિનૃત: | વિસ્તૃત: એટલે, જેની કલ્પના થઈ છે તેવો, કલ્પિત (અહંકાર); આવી કલ્પના શાથી થઈ ? વૃદ્ધયા | બુદ્ધિ વડે; કેવી બુદ્ધિ ? તમસી તિમૂલ્યાં ! તમસા એટલે, અંધકાર જેવાં અજ્ઞાનને કારણે અત્યંત મૂઢ થઈ ગયેલી બુદ્ધિ વડે : અજ્ઞાન વડે અત્યંત મૂઢ થઈ ગયેલી બુદ્ધિને કારણે કલ્પિત, અહંકાર; અને (૨) પુરે ‘સ: માં ડૂત પ્રતીતઃ | પુરે એટલે શરીરમાં; તે શરીરમાં, તેની બાબતમાં, તે (શરીર)માં જે છે, “તે જ હું છું !', એવી પ્રતીતિ પામેલો, અહંકાર; “તે (શરીર) જ હું છું', - એવી મિથ્યા પ્રતીતિ જે પામ્યો છે, તેવો અહંકાર. (૩૦૨) અનુવાદ :
અજ્ઞાનથી અત્યંત મૂઢ બની ગયેલી બુદ્ધિ વડે (માત્ર) કલ્પિત અને આ શરીરમાં, “તે (શરીર) જ હું છું', એવી પ્રતીતિ જે પામ્યો છે, તેવા અહંકારનો જ સંપૂર્ણ વિનાશ થવાનાં પરિણામે, કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિનાનો બ્રહ્માત્મભાવ(જીવાત્મા)ને પ્રાપ્ત થાય છે. (૩૦૨) ટિપ્પણ :
આ પહેલાંના શ્લોકની જેમ અહીં પણ અહંકારરૂપી મહાવિધ્ધનાં વિનાશનાં મહત્ત્વ પર જ ભાર મૂકવામાં આવ્યો છે.
કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિનાનો (પ્રતિવર્ધશૂન્ય:) બ્રહ્માત્મભાવ (એટલે કે બ્રહ્મ સાથેનો જીવનો એકત્વભાવ), જીવાત્મા માટેનું પરાકાષ્ટારૂપી (Climax) જે
વિવેકચૂડામણિ | ૫૪૯