________________
પૂર્ણ અને નિર્મળ સ્વરૂપે, શોભી રહ્યો હોય છે અને સર્વજનોને આનંદ આપી રહ્યો હોય છે; પરંતુ ત્યાં જ રાહુ-નામનો ગ્રહ તેને પકડે છે (તેનું ગ્રહણ થાય છે), એના પાશમાં તે ગ્રસ્ત બની જાય છે અને પોતાનાં મૂળ પ્રકાશથી વંચિત થાય છે. આવો ચંદ્ર, ફરી, પોતાનાં અસલી (Original) તેજ વડે, પ્રકાશીને, પોતાનાં ભૂતપૂર્વ સ્વરૂપને ત્યારે જ પ્રાપ્ત કરી શકે, જ્યારે તે રાહુની પકડમાંથી મુક્ત થાય ત્યારે જ, એટલે કે “ચંદ્રગ્રહણનો અંત આવે ત્યારે જ.
બસ, એવું જ જીવાત્માનું છે : તે પરમાત્મ-સ્વરૂપ જ હતો, એનાં તે, મૂળ, દિવ્ય, ઈશ્વરીય પ્રકાશથી જ શોભતો હતો, પરંતુ તેનાં દુર્ભાગ્યે, તે અહંકાર-રૂપી રાહુ-ગ્રહના સકંજામાં આવી ગયો અને પોતાનું મૂળ-સ્વરૂપગત-તેજ ગુમાવી બેઠો ! અહંકાર-રાહુનાં આવરણ-આચ્છાદનનાં પરિણામે, તે, “અહંભાવ અને “મમ'-ભાવના અંધકારમાં ફસાઈને અશુદ્ધ, મળ-યુક્ત અને મલિન બની જાય છે, કર્તા-ભોક્તાસ્વરૂપની અનિચ્છનીય સભાનતાથી દૂષિત થઈ જાય છે અને પરમાત્મ-સાક્ષાત્કારનાં પોતાનાં જીવનધ્યેયને પામ્યા વિના, સંસારમાં જ અટવાતો-ભટકતો રહે છે.
પરંતુ એને બુદ્ધિ સૂઝે છે, સરુને શરણે જાય છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, જેના પરિણામે તે “અહંકારમાંથી મુક્ત થાય છે અને અંતે પોતાનાં પૂર્ણ, નિર્મળ, નિત્ય-આનંદ-પ્રદ અને પરમાત્મ-સ્વરૂપે ઝળહળી રહે છે !'
શ્લોકમાંનો “રૂપક અલંકાર એવો ઔચિત્યપૂર્ણ છે કે આચાર્યશ્રી અહીં તત્ત્વચિંતક ઉપરાંત, સ્વયં-પ્રેરિત કવિ પણ બની રહે છે !
શ્લોકનો છંદ અનુષ્ટ્રપ (૩૦૧)
૩૦૨
यो वा पुरे सोऽहमिति प्रतीतो
बुद्धया विक्लृप्तस्तमसाऽतिमूढ्या । तस्यैव निःशेषतया विनाशे
ब्रह्मात्मभावः प्रतिबन्धशून्यः ॥३०२॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
યો વા પુરે સોડહમિતિ પ્રતીતો
બુદ્ધયા વિલુપ્તસ્તમસાડતિમૂલ્યા! તસ્ય નિઃશેષતયા વિનાશે - બ્રહ્માત્મભાવઃ પ્રતિબન્ધશૂન્યઃ ૩૦રી.
પ૪૮ | વિવેકચૂડામણિ