________________
જીવાત્માને પોતાને સંબંધ (ચાલુ) હોય - ‘ત્યાંસુધી' શું હોય ? તાવત્ વિજ્ઞક્ષળા મુષ્ઠિવાર્તા લેશમાત્રા અપિ ન અસ્તિ । મુત્તિ એટલે (મોક્ષ) અને (વાર્તા) એટલે વાત, સ્થિતિ, વિચારણા, વિભાવના. વિજ્ઞક્ષળા એટલે વિરલ, નિરાળી, વિશિષ્ટ, નોખી-અનોખી. ત્યાંસુધી, મુક્તિ જેવી નિરાળી મુક્તિની જરા પણ આશા ન રાખી શકાય. (૩૦૦)
અનુવાદ : જ્યાંસુધી (મનુષ્યનો) પોતાનો, દુષ્ટ (એવા) ‘અહંકાર’ સાથે સંબંધ હોય, ત્યાંસુધી મોક્ષ જેવી વિશિષ્ટ સ્થિતિની લેશમાત્ર પણ શક્યતા Hell. (300)
ટિપ્પણ એક મહા-‘અનર્થ'(Great Evil) તરીકે, ‘અહંકાર’નાં અનુસંધાનમાં, જે વાત ગયા-છેલ્લા શ્લોકનાં ટિપ્પણમાં કહેવામાં આવી છે, તે જ વાત, અહીં ગ્રંથકારે શ્લોકના મુખ્ય માધ્યમ દ્વારા કહી છે. આ વાત સવિશેષ ધ્યાનપાત્ર એટલા માટે બની રહે છે કે ‘અહંકાર' માટે ‘દુરાત્મા’ જેવું સમુચિત છતાં અંતિમ-કક્ષા(Extreme)નું વિશેષણ પ્રયોજતાં પણ ગ્રંથકાર અચકાયા નથી !
અને એ જ રીતે, ‘જ્યાંસુધી-ત્યાંસુધી' (યાવત્-તાવત) જેવી અત્યંત સચોટ વાક્ય-રચનાના પ્રયોગ દ્વારા, ‘અહંકાર' સાથેના જીવાત્માના સંબંધનાં સુનિશ્ચિત દુષ્પરિણામ વિશે ગ્રંથકાર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દે છે.
અંગ્રેજી કહેવત, – A man is known by the company the keeps" તો પ્રમાણમાં હળવી કહેવાય, કારણ કે પોતાનાં સંબંધ-સોબતને કારણે (અથવા ‘પરિણામે’) માણસ, માત્ર ‘ઓળખાય' છે. પરંતુ અહીં આ ‘દુષ્ટ' ‘સોબત (સમ્બન્ધઃ)' તો મનુષ્યનાં જીવન-મરણનો સવાલ બની જાય છે ! સજ્જન પણ જો દુર્જનના સંબંધમાં ચાલુ રહે તો, દુર્જન તો કદી સુધરે નહીં, પરંતુ સજ્જન તો જરૂર બગડે ! અને અહીં, ‘અહંકાર’ જેવા દુર્જન સાથેનો સંબંધ તો, મનુષ્ય માટે, એટલો બધો ખતરનાક એ અર્થમાં છે કે તે એની એક જ જિંદગીનો ભોગ નથી લેતો, પરંતુ જ્યાંસુધી આ ‘દુષ્ટ' સંબંધનો ‘વળગાડ’ ચાલુ રહે ત્યાંસુધી, એની અનેક જન્મોની પરંપરા પર એનો દુષ્પ્રભાવ ચાલુ રહે. સાધક પોતાની મોક્ષ-પ્રાપ્તિ-સાધનામાં ગમે તેટલો સંનિષ્ઠ હોય, પરંતુ જ્યાંસુધી ‘અહંકાર’ સાથેનો એનો સંબંધ ચાલુ રહે ત્યાંસુધી, આચાર્યશ્રીના પોતાના જ શબ્દોમાં, એનું પુનરપિ નનનં, પુનરપિ મળમ્ ।-નું દુશ્ચક્ર સતત, અણ-અટક્યું, ચાલુ જ રહેવાનું ! મોક્ષપ્રાપ્તિનું એનું જીવનધ્યેય કદી પણ ફળીભૂત નહીં જ થવાનું !
સરળ છતાં સચોટ શબ્દોમાં, આચાર્યશ્રીએ, ‘અહંકાર’ સાથેના સંબંધનું સુનિશ્ચિત અશુભ-અમંગલ ભાવિ અહીં ભાખી દીધું છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૦૦)
૫૪૬ / વિવેચૂડામણિ