________________
છે? -ગોત્ર-નામ-રૂપ- (મના ત્યા) | કુળ, ગોત્ર, નામ, રૂપનાં આશ્રયે રહેલાં અભિમાનને ત્યજી દે. આ કુળ, ગોત્ર વગેરે કેવાં છે? માર્કશવ- તેવું I - એટલે તાજાં, હમણાં જ મરણ પામેલાં; આવાં મડદાં જેવા સ્થૂળ શરીરનાં આધારે રહેલાં.
(૨) gsrઉસ્વરૂપ: ભવ | સુહ એટલે આનંદ; અખંડ-આનંદસ્વરૂપવાળો તું થા. આવો થતાં પહેલાં શું કરવાનું છે? ચણવા – છોડી દઈને, ત્યજીને. શું છોડવાનું છે? લિંકાસ્થ રૃતાતીન ધન : (ચાર) I f એટલે લિંગ-શરીર, સૂક્ષ્મ-શરીર; સૂક્ષ્મ શરીરના કર્તુત્વ-ભોક્નત્વ વગેરે ધર્મોને પણ (છોડીને). (૨૯૮)
અનુવાદ : (આથી) તાજાં મડદાં જેવાં આ સ્થૂળ શરીરના આશ્રયે (આધારે) રહેલાં કુળ, ગોત્ર, નામ અને રૂપ વિશેનાં અભિમાનને તું છોડી દે. વળી, સૂક્ષ્મ શરીરમાં આરોપાયેલા કર્તુત્વ-ભોસ્તૃત્વ વગેરે ધર્મોને પણ ત્યજી દઈને, અખંડઆનંદ-સ્વરૂપવાળો તું બની રહે. (૨૯૮)
ટિપ્પણઃ અહંકારનાં સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી, એ નિરૂપણમાંની ચર્ચાને લક્ષમાં રાખીને, શ્રીસદ્ગુરુએ, શિષ્યને, ગયા શ્લોકમાં, શાંતિ પામવાનો અનુરોધ કર્યો હતો; એ જ પ્રમાણે, અહીં, આ શ્લોકમાં, તેને અખંડ-આનંદ-સ્વરૂપ બની રહેવાનું સૂચવ્યું છે.
પરંતુ જેમ શાંતિ-પ્રાપ્તિ સાવ સુલભ નથી એમ જ, અખંડ આનંદ-સ્વરૂપ બની જવાનું પણ કાંઈ ડાબા-હાથનો ખેલ' નથી ! આવાં સદ્ભાગ્યની પ્રાપ્તિ પહેલાં પણ, એના માટે સારો એવો ભોગ આપવાનો રહે છે : આ બંને શ્લોકોમાં, ગુરુજીએ, શિષ્યને, શાંતિ અને અખંડ આનંદ જેવી અમૂલ્ય પરિસ્થિતિની પ્રાપ્તિ માટે, એવી જ, છોડવી-અઘરી એવી, પરિસ્થિતિઓનો ત્યાગ કરવા સૂચવ્યું છે, એ હકીકત મનુષ્ય-જીવનના એક અફર-અટલ નિયમ પ્રત્યે આપણું સહનું ધ્યાન ખેંચે છે : અને એ નિયમ એટલે આ ઃ કશું ત્યજ્યા વિના અન્ય કશું પ્રાપ્ત થઈ શકતું નથી. ટૂંકમાં, દરેક પ્રાપ્તિ માટે એનું મૂલ્ય ચૂકવવું તે અનિવાર્ય છે, જીવનમાં કશું મફત કે નિઃશુલ્ક મળતું નથી
અને અહીં તો, પરમ શાંતિ અને અખંડ આનંદ જેવી દુર્લભ સ્થિતિને મેળવવાની વાત છે, એટલે એની કિંમત પણ એટલી જ ભારે-મોટી હોય ને !
શરીર-ઈન્દ્રિયો-અહંકાર વગેરે આત્મા નથી, પરંતુ “અનાત્મા’ છે; એટલે પરમાત્માનાં નામ સાથે સંકળાયેલા અખંડ “આનંદને પ્રાપ્ત કરવો હોય તો, સ્કૂલ શરીર સાથે સંકળાયેલાં નામ-રૂપ-કુળ-ગોત્ર વગેરેનાં અને સૂક્ષ્મ શરીરમાં
વિવેચૂડામણિ / ૫૪૩