________________
પરિવર્તનોનો જાણનાર (આત્મા) તો નિત્ય અને નિર્વિકાર જ હોઈ શકે : (શરીર અને અહંકાર) આ બંનેનું મિથ્યાપણું મનોરથ-સ્વપ્ર અને સુષુપ્તિના સમય દરમિયાન વારંવાર સ્પષ્ટ જોવામાં આવે છે. (૨૯૬)
ટિપ્પણ : બ્રહ્માંડમાં જે પ્રાણી અને પદાર્થો જન્મ્યાં છે, તે તો સતત અને સ્વાભાવિક રીતે વૃદ્ધિ-ક્ષય વગેરે વિકારોનો ભોગ બને છે; એમનાં આવાં વિકારોપરિવર્તનો-ફેરફારો સ્વભાવગત અને અનિવાર્ય છે; પરંતુ આવાં સર્વ પરિવર્તનોનો જાણકાર, એટલે કે એમનો દૃષ્ટા-સાક્ષી એવો આત્મા પોતે તો નિત્ય, નિર્વિકાર, અફર અને અપરિવર્તનશીલ જ હોય, એ હકીકત ઉચિત જ હોઈ શકે, એમ હોવું જ યોગ્ય છે (સમદંતિ, સમૃ+અહંતિ). જ્ઞાતા અને જ્ઞેય, એ બંને વચ્ચેનો આ તફાવત સ્વાભાવિક, સમુચિત અને અપેક્ષા પ્રમાણેનો છે.
આમ હોવાનું કારણ શું ? એ જ કે શરીર (સ્થૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારનાં શરીર), સર્વ દશ્ય પદાર્થો અને અહંકાર વગેરે મિથ્યા છે, અસત્ છે, એ તો મનોરથો એટલે કે મનમાં સતત ચાલી રહેલા કાલ્પનિક વિહારો-મનોવિહારો, મનોરાજ્યો, મનોરથોની પરિસ્થિતિઓ અને સ્વપ્ર તથા સુષુપ્તિની અવસ્થાઓ દરમિયાન, વારંવાર, અવારનવાર, સાફસાફ જોવામાં આવે છે.
આમ, શરીર અને અહંકાર વગેરેની ઉપસ્થિતિ-અનુપસ્થિતિ, એમનું હોવુંન-હોવું, એ તો સર્વવિદિત અને સુપ્રસિદ્ધ છે; અને આ બધાં સતત પરિવર્તનશીલ તત્ત્વોનાં પરિવર્તનોનો જાણનાર એવો આત્મા પોતે તો અપરિવર્તનશીલ, નિર્વિકાર અને નિત્ય હોય, એ તો સંપૂર્ણરીતે ન્યાયોચિત છે, કારણ કે આમ હોય તો જ તે આત્મા જ્ઞાતા બની શકે, સાક્ષી રહી શકે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૯૬)
૨૯૭
अतोऽभिमानं त्यज मांसपिण्डे
पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते । कालत्रयाबाध्यमखण्डबोधं
શ્લોકનો ગુજરાતી પાઠ :
ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिम् ॥ २९७ ॥
અતોઽભિમાને ત્યજ માંસપિણ્ડે
પિણ્ડાભિમાનિન્યપિ બુદ્ધિકલ્પિતે ।
કાલત્રયાબાધ્યમખંડબોધ
જ્ઞાત્વા સ્વમાત્માનમુપૈહિ શાન્તિમ્ ॥ ૨૯૭ ॥ ૫૪૦ | વિવેકચૂડામણિ