________________
ટિપ્પણ: - બ્રહ્મ સત્યે નમઃ મિથ્થા ! – “વેદાન્ત દર્શનના આ સિદ્ધાન્તને કેન્દ્રમાં રાખીને, શ્રીસદ્ગુરુ, અહીં, શિષ્યને, તેનાં જીવન ધ્યેયને સંપન્ન કરીને, કૃતાર્થ થવાનું માર્ગદર્શન આપે છે.
આ દેખાતું જગત તો “મિથ્યા' જ છે, એનો માત્ર આભાસ જ પ્રતીત થાય છે. (ના-માસ: મતિ ). જગતનું મૂળ અધિષ્ઠાન તો બ્રહ્મ જ છે. હકીકતમાં, જગત જેવું કશું જ હોતું નથી, છે જ નહીં. એવું જ જણાય છે તે પણ આરોપ કે આભાસ જ છે. આવો મિથ્યા જગદું-આભાસ પણ, તેનાં મૂળ અધિષ્ઠાનરૂપ સર્વદા-“સત્ય એવાં પરબ્રહ્મમાં જ પ્રતીત થાય છે. અને આવી પ્રતીતિ કે અનુભૂતિ પણ મનુષ્યની અજ્ઞાન-પરિસ્થિતિમાં જ થાય છે; જગતની આવી સત્તા'(Existence) પણ સાચી વાસ્તવિક કે હંમેશની(Permanent) નથી. વેદાન્ત-દર્શનની પરિભાષામાં જેને “પ્રાતીતિક” કે “પ્રાતિભાસિક' કહેવામાં આવે છે, એવી જ આ “સત્તા' છે. અને આવો જે ભાસ છે, આવી જે “સત્તા' જોનારને પ્રતીત થાય છે તે પણ, સદા-સત્ય સ્વરૂપ જે અધિષ્ઠાન(પરબ્રહ્મ)માં તેજગત) છે, તેને લીધે જ છે. સંક્ષેપમાં, જગતની જે “સત્તા' ભાસે છે, તે બ્રહ્મની પ્રતિબિંબિત “સત્તા” જ છે, તેની પોતાની નથી. - દર્પણમાં દેખાતું નગર, નગર-રૂપે સાચું હોતું જ નથી, એ તો માત્ર દર્પણમાંનું પ્રતિબિંબ જ છે, એવાં નગરને એનું પોતાનું કહી શકાય એવું સ્વતંત્ર અસ્તિત્વ હોતું જ નથી, એ તો માત્ર એક આભાસ કે આરોપ જ છે. આવી ઉપમા આપીને આચાર્યશ્રી જગતનાં મિથ્યાત્વને પ્રતિપાદિત કરે છે. . પરંતુ શ્લોકનાં કેન્દ્રમાં રહેલો તાત્પર્યાર્થ તો એ છે કે શિષ્ય આ વાત સમજે અને “મિથ્યા' જગતનાં અધિષ્ઠાનરૂપ બ્રહ્મ વિશે, “તે બ્રહ્મ હું છું', – એમ જાણેસમજે-સ્વીકારે-આત્મસાત કરે, એ જ એના મનુષ્યજન્મની પરમ ધન્યતા છે, કૃતાર્થતા છે, કૃતકૃત્યતા છે. '
એટલે મહત્ત્વ તો, શ્લોકમાંના રૂતિ “જ્ઞાત્વા' - એ શબ્દો વડે સૂચિત આત્મજ્ઞાનનું જ છે; – જેનો પ્રકાશ લાધતાં, જગતરૂપી પ્રતિબિંબ ક્યાંય અદશ્ય થઈ જાય અને રહે માત્ર એક જ સત્ય, પરબ્રહ્મરૂપી દર્પણ ! | શ્લોકનો છંદ : અનુરુપ (૨૯૨).
૨૯૩ यत् सत्यभूतं निजरूपमाद्यं
- चिदद्वयानन्दमरूपमक्रियम् । तदेत्य मिथ्यावपुरुत्सृजैतत्
शैलूषवद् वेषमुत्तमात्मनः ॥ २९३ ॥ વિવેકચૂડામણિ | પ૩૩