________________
છે? - સ્વકાશ ધષ્ઠાન સવાભના સ્વયંપૂય વય એટલે સ્વાનુભૂતિ કરીને, સ્વયં બનીને, પોતાને જાણીને; શું-સ્વરૂપે જાણીને ? સ્વયંપ્રકાશ અને સર્વના અધિષ્ઠાન-રૂપ આત્મા સાથે એકરૂપ બનવાં-સ્વરૂપે. પિંડ અને બ્રહ્માંડ, - એ બંનેને શાની માફક ત્યજવાનાં છે ? મનમાઘડવત્ | મન એટલે મેલી-ગંદી વસ્તુઓ, કચરો; માપવું એટલે વાસણ, ટોપલો, પોટલું મળભરેલાં વાસણની જેમ. (૨૯૦).
અનુવાદ : સ્વયંપ્રકાશ અને સર્વનાં અધિષ્ઠાનરૂપ એવા આત્મા સાથે એકરૂપ બનીને, પિંડ અને બ્રહ્માંડરૂપી બંને ઉપાધિઓને, મળભર્યા વાસણની જેમ ત્યજી દે. (૨૦)
ટિપ્પણ: બ્રહ્માણ્ડ અને વિશ્લષ્ટ, – એ બંને શબ્દોને અંતે ગબ્દ એટલે કે ઈંડુ'(Egg), એટલે કે શરીર' એવો શબ્દ છે. બ્રહ્માંડ એટલે બ્રહ્માનું ઈંડું, એનું શરીર, એટલે કે આ જગત, વિશ્વ(Universe) : The primordial egg from which the universe sprang up, the world, zyrt fyusius ZhZE મનુષ્યનું ઈંડું, શરીર, માનવ-શરીર (Human body). "
આ બંનેને ત્યજી દેવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે એ બંને “ઉપાધિઓ જ છે, - “બ્રહ્માંડ’ એ પરમાત્માની વ્યાપક ઉપાધિ છે અને પિંડાંડ' એટલે કે શરીર, એ જીવાત્માની અલ્પ-મર્યાદિત-પરિચ્છિન્ન(Limited) ઉપાધિ છે. આ જગત પરમાત્માનું શરીર છે અને મનુષ્ય-દેહ એ જીવાત્માનું શરીર છે, અને શરીર તો ત્યાગ યોગ્ય, ત્યજી દેવા જેવી, ઉપાધિ છે, એ મુદા પર તો છેલ્લા બે-ત્રણ શ્લોકોમાં ભાર મૂકવામાં આવ્યો છે.
જેમ “ઘટાકાશ” અને “મહાકાશ' વચ્ચે કશો જ ભેદ નથી, બંને નાનાં-મોટાં આકાશ” જ છે તેમ, જીવ અને બ્રહ્મ વચ્ચે પણ કશો જ ભેદ નથી, એટલું જ નહીં પરંતુ મૂળભૂત-સ્વરૂપે તો જીવ પોતે જ બ્રહ્મ છે, અને આ બ્રહ્મ સ્વયંપ્રકાશ છે, પિંડ અને બ્રહ્માંડ બંનેનું અધિષ્ઠાન (substratum), – એટલે કે આધારસ્થાન, આશ્રયસ્થાન છે. પિંડ (માનવ-શરીર) અને બ્રહ્માંડ(જગત), – એ બંને તો, તું જે - સ્વરૂપ છે, તે બ્રહ્મ પર આરોપ-માત્ર છે, અને એટલે જ મિથ્યા છે.
એક વાર, “હું જ તે આત્મા છું' (કલાત્મના સ્વયંભૂથ), એવી અનુભૂતિ થઈ જાય, ત્યારપછી બ્રહ્મ પર આરોપિત આ બંનેને, – પિંડ અને બ્રહ્માંડને.આ બંને ઉપાધિઓને, સંઘરી-સાચવી રાખવાની, એને વળગી રહેવાની કશી જ જરૂર નથી. આ બંને, મળ-મૂત્રથી ભરેલાં માટીનાં માટલાં જેવાં છે, એટલે એ બંનેને તો જેટલાં વહેલાં ત્યજી દેવાય, એમાં જ મોક્ષાર્થી સાધકનું પરમ કલ્યાણ રહેલું છે.
પ૩૦ | વિવેકચૂડામણિ