________________
૨૮૯
घटाकाशं महाकाशे इवात्मानं परात्मनि ।
विलाप्याखंडभावेन तूष्णी भव सदा मुने ॥ २८९ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઘટાકાશં મહાકાશે ઇવાત્માનું પરાત્મનિ । વિલાપ્યાખંડભાવેન તણી ભવ સદા મુને ॥ ૨૮૯ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : (૪) મુને, મયાશં મહાજાશે ફવ આત્માનું પરાત્મનિ विलाप्य, अखण्डभावेन सदा तूष्णीं भव ॥ २८९ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (દે) મુને, સા તૂળી મવ । તૂળી એટલે શાંત, મૌન. હે મુનિ ! તું હંમેશ માટે શાંત થઈ જા, મૌન ધારણ કરી લે. આવું મૌન કેવા ભાવથી ધારણ કરવાનું છે ? અવન્ડમાવેન । અખંડબ્રહ્મભાવથી, કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, માત્ર બ્રહ્મમય બનીને.
-
પરંતુ આ પહેલાં શું કરવાનું છે ? આત્માનું પાત્મનિ વિસ્તાય । તારા પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરી દઈને (વિજ્ઞાપ્ય). આવો વિલય કેવી રીતે કરવાનો છે ? થવાશે મહાજાશે ડ્વ । ઘડો ફૂટી જતાં, એની અંદરનો આકાશનો ભાગ, જેવી રીતે બહારના સર્વત્ર વ્યાપ્ત એવા વિરાટ મહા-આકાશમાં વિલીન થઈ જાય, ભળી જાય, એવી રીતે. (૨૮૯)
અનુવાદ : હે મુનિ ! (ઘડો ફૂટી જતાં) ઘડાની અંદર રહેલું આકાશ, જે રીતે બહારના મહા-આકાશમાં ભળી જાય છે, તે જ રીતે તારા પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરી દઈને, અખંડ-બ્રહ્મભાવે, સદા મૌન થઈ જા. (૨૮૯) ટિપ્પણ : આ પહેલાંના શ્લોકમાં, મળ-મૂત્ર-માંસ-રુધિર-ચરબી વગેરે ગંદી વસ્તુઓથી ભરેલાં સ્થૂલ શરીર પ્રત્યે ત્યાગ અને તિરસ્કારભાવ સેવવાનો અનુરોધ શ્રીસદ્ગુરુએ શિષ્યને કર્યો છે. આવા ભાવનાં સંનિષ્ઠ સેવનનું સુ-પરિણામ એટલે બ્રહ્મભાવમાં સ્થિર થઈ જવાની એની કૃતકૃત્યતા.
-
બ્રહ્મસ્વરૂપ બની ગયેલા આવા સાધક માટેનું ત્યારપછીનું પગલું એટલે તેના પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરી દેવાનું, પોતે એમાં જ ભળી જવાનું, તે(બ્રહ્મ)મય, એટલે કે તન્મય, તદ્રુપ બની જવાનું.
એક વાત સ્પષ્ટ સમજી લેવાની છે કે આવી પરમાત્મ-મયતા સંપન્ન કરવા માટે મૃત્યુ પામવાની જરૂર નથી. મૃત્યુ તો, નિયતિ(Destiny)ના નિયમ પ્રમાણે, એના નિયત થયેલા સમયે, અવશ્ય થવાનું જ છે, સાધકે એની રાહ જોવાની નથી. શરીરને સ્થૂલ ઉપાધિરૂપ સમજવાનો ભાવ તેણે મનમાં સતત ઘૂંટવાનો છે અને આવા ભાવ સાથે ઓતપ્રોત થનાર સાધકનો આત્મા સ્વયમેવ પરમાત્મામાં વિલીન થઈ જાય છે.
૫૨૮ / વિવેચૂડામણિ