________________
કૃતકૃત્ય; ત્રીપૂય એટલે બ્રહ્મસ્વરૂપ બનીને, બ્રહ્મભાવમાં સ્થિર થઈને. બ્રહ્મસ્વરૂપ થઈને તું કૃતાર્થ થઈ જા.
પરંતુ તે પહેલાં શું કરવાનું છે? વધુ વત્તા ! શરીરને ત્યજી દઈને, છોડી દઈને; શરીર કેવું છે ? આ પ્રમાણે બે વિશેષણો : (૧) માનપત્રો મનોમૂતમ | મન એટલે રજ અને વિર્યરૂપ મેલ. માતા-પિતાના આવા મેલથી ઉત્પન્ન થયેલું; અને (૨) મનમાલમથ{ | મળ અને માંસથી ભરેલું. આ શરીરને કેવી રીતે ત્યજી દેવાનું છે ? - વાહત્મવત્ દૂર | ચાંડાલની જેમ, એટલે કે મશાનમાં ચાંડાલો મડદાંને કશી પણ લાગણી વિના દૂર છોડી દે છે, તેમ. (૨૮૮)
અનુવાદ : માતા-પિતાનાં (રજ અને વીર્યરૂપ) મેલથી ઉત્પન્ન થયેલાં અને મળ તથા માંસથી ભરેલાં શરીરને, ચાંડાલની જેમ દૂર ત્યજી દઈને, બ્રહ્મભાવમાં સ્થિર બનીને, કૃતાર્થ થઈ જા. (૨૮૮)
ટિપ્પણ : જે શરીર, એમાંની ઇન્દ્રિયો વગેરે પ્રત્યેની આસક્તિને કારણે, મનુષ્યનાં મનમાં સંસારવ્યવહારમાં જકડી રાખતાં પ્રલોભનો પેદા થાય છે અને પરિણામે, તે મોક્ષપ્રાપ્તિ-રૂપી પોતાનાં મૂલ્યવાન જીવન-ધ્યેયને વીસરી જાય છે, તે શરીર પ્રત્યે ધૃણા અને ત્યાગભાવ સેવવાનો અનુરોધ અહીં કરવામાં આવ્યો છે.
. આવું શક્ય બને તે માટે શરીરનાં વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે : શરીર બાહ્ય દષ્ટિએ ગમે એટલું સુંદર હોય, પરંતુ અંદર તો તે મળ-માંસલોહી-ચરબી વગેરેથી ભરેલું, ગંદું જ છે ને ! આવાં શરીરનો વળી મોહ શો? એની આળપંપાળ કરવાની જરૂર જ શી ? જીવન ચાલુ રહે ત્યાં સુધી એની સાથે રહેવાનું, એટલે એને પોષવાની સામાન્ય જરૂરિયાત ભલે માન્ય રહે, પરંતુ એના પ્રત્યેનો સાધકનો ભાવ અને અભિગમ તો ત્યાગ અને તિરસ્કારનો જ હોવો જોઈએ; અને તે તિરસ્કાર પણ એવો તીવ્ર હોવો જોઈએ કે જેમ શ્મશાનમાં પેલો ચાંડાલ શબ પરનાં વસ્ત્રો લઈ લે અને શબને તો કશી લાગણી વિના, તિરસ્કારપૂર્વક ચિતા પર જ ત્યજી દે, એવો !
બસ, આવો અભિગમ, જીવન દરમિયાન, મુમુક્ષુ સાધકે, દેહ માટે સતત અને ઊંડી સમજણપૂર્વક સેવવાનો રહે છે. અને આનો લાભ એ છે કે આ પ્રકારના અભિગમનું પરિણામ પણ એને અભીષ્ટ છે, એવું જ સારું અને સાત્ત્વિક જ આવવાનું ઃ તે પોતે બ્રહ્મસ્વરૂપમાં સ્થિર થઈ જશે, પોતે જીવનભર સેવેલાં પેલાં આધ્યાત્મિક ધ્યેયને એટલે કે મોક્ષપ્રાપ્તિને સંપન્ન કરી શકશે. અને આ જ તો છે માનવ-અવતારની સાચી કૃતાર્થતા !
શ્લોકનો છંદ : અનુષુપ (૨૮૮)
વિવેકચૂડામણિ | પ૨૭