________________
અપનયનનું કાર્ય તો સતત-નિત્ય-નિરંતર પણ ચાલુ રાખવાનું રહે. (તીવા નિત્તર સ્વાધ્યાપન ગુરુ ) (૨૮૬)
અનુવાદ : હે વિદ્વાન ! જીવ અને જગતની પ્રતીતિ જ્યાં સુધી સ્વ. જેવી જણાય, ત્યાં સુધી નિરંતર પોતાના આત્મામાં થતા અધ્યાસને દૂર કરતો રહે. (૨૮૬) - ટિપ્પણ: દેહ અને એની સાથે સંકળાયેલાં ઇન્દ્રિય-મન-પ્રાણ વગેરે કાંઈ બહ્મ (૬) નથી, પણ અત૬ છે, અને છતાં તેને જ બ્રહ્મ(ત) માની લેવાની ભ્રાંતિમાંથી જ સાધકની મનોભૂમિ પર “અધ્યાસ'(માસ્મિન તદ્-દ્ધિઃ)રૂપી મોક્ષપ્રાપ્તિ-અવરોધક એવું ભયસ્થાન ઉત્પન્ન થાય છે, અને એ મોક્ષપ્રાપ્તિ-અવરોધક હોવાથી, મુમુક્ષુ સાધકે એને દૂર કરવું જ રહ્યું (સ્વ-અધ્યાસ-માન ).
શ્લોક-૨૭૮થી અહીં સુધીના નવ શ્લોકોમાં શ્રીસદ્ગુરુએ “અધ્યાસ'નાં રીકરણ વિશેનાં, વિવિધ દૃષ્ટિકોણો દ્વારા, અનેક વિશિષ્ટ હેતુઓ અને રીતો રજુ કર્યા, અને આ છેલ્લા શ્લોકમાં તો આ પ્રક્રિયા નિરન્તર ચાલુ રાખવાનો, શિષ્યને, અનુરોધ કર્યો છે : જીવ અને જગત મિથ્યા અને અનિત્ય છે, પરંતુ ઊંઘમાંથી જાગેલી વ્યક્તિને જેમ તરત પ્રતીતિ થાય છે કે નિદ્રા દરમ્યાન તેણે જોયેલું સ્વમ અસત્ય હતું તેમ, એવી જ, પ્રતીતિ સાધકને જીવ તથા જગત વિશે થવી અનિવાર્ય છે, અને આવી પ્રતીતિ થવામાં વિલંબ સ્વાભાવિક હોવાથી, સાધકે અધીરાઉતાવળા થવાની કે થાકવા-કંટાળી જવાની જરૂર નથી. “અધ્યાસ-નિવારણની પોતે શરુ કરેલી પ્રક્રિયા તો નિરન્તર પણ ચાલુ રાખવી પડે. આને માટે શિષ્ય સજ્જ અને સદા-તત્પર રહે, એવું જ્ઞાન એનામાં હોવાની અપેક્ષાએ (In anticipation) શ્રીગુરુજી એને “વિદ્વાન' તરીકે સંબોધે છે, એ સૂચક છે.
કોઈ ગીત કે ભજનમાં વારંવાર પુનરુક્ત થતી ગીતપંક્તિની જેમ, શ્લોકો૨૫૩-૨૫૪ અને શ્લોક ર૭૮થી ૨૮૬માંની તે તે ધ્રુવપંક્તિઓ, તે તે શ્લોકસમૂહોમાં નિરૂપિત વિષયોનાં મહત્ત્વની નિર્દેશક બની રહે છે. (૨૮૬)
શ્લોકનો છંદ : અનુષુપ (૨૮૬)
૨૮૭ निद्राया लोकवार्तायाः शब्दादेरपि विस्मृतेः ।
क्वचिन्नावसरं दत्वा चिन्तयात्मानमात्मनि ॥ २८७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
નિદ્રાયા લોકવાર્તાયાઃ શબ્દાદેરપિ વિસ્મઃ કવચિત્રાવસર દવા ચિન્તયાત્માનમાત્મનિ / ૨૮૭ II શ્લોકનો ગદ્ય અન્વય : નિદ્રાયા તે વાર્તાયા: શારે પ વિત
પર૪ | વિવેકચૂડામણિ