________________
શેષ ન રહે, બાકી ન રહે એવો, સંપૂર્ણ, પૂરેપૂરો. વિનય એટલે નાશ. ટૂંકમાં, આ દેહમાંના અહંભાવનો, - એટલે કે ‘હું આ દેહ છું' એવી ગેરસમજ (Misunderstanding)નો સંપૂર્ણ નાશ, એ “અધ્યાસ”-નિષેધનું પ્રયોજન છે. (૨) અને એ નિષેધની રીત એ જ કે સાધકે સતત સાવધાનપૂર્વક (સાવધાનેન), એટલે કે જરા પણ ભૂલચૂક કે કશી ખામી ન રહી જાય એવી રીતે, ચિત્તને પોતાના આત્મામાં સ્થિર કરવાનું, એટલે કે એમાં પરોવી દેવાનું રહે છે. (સાવધાનેન યુાત્મા સન્ ।) (૨૮૫)
અનુવાદ : આ દેહમાં ‘હું’-પણાંનો ભાવ સંપૂર્ણરીતે નાશ પામે ત્યાં સુધી, સાવધાનતાપૂર્વક ચિત્તને આત્મામાં સ્થિર કરી, તું પોતાના અધ્યાસ’ને દૂર કર. (૨૮૫)
ટિપ્પણ : શ્લોક સહેલો છે, શ્લોકમાંના આવા વિચારો, આ પહેલાં પણ નિરૂપિત થઈ ગયા છે અને આ વિચારોની સમજૂતી માટે જે કંઈ જરૂરી છે, તેને શબ્દાર્થ-વિભાગમાં સમાવી લેવામાં આવ્યું હોવાથી, વધુ કશું વિસ્તરણ આવશ્યક નથી.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૮૫) ૨૮૬
प्रतीतिर्जीवजगतो: स्वप्नवद् भाति यावता । तावन्निरन्तरं विद्वन् स्वाध्यासापनयं कुरु ॥ २८६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રતીતિર્જીવજગતોઃ સ્વપ્રવર્દૂ ભાતિ યાવતા ।
તાવન્નિરન્તર વિદ્વન્ સ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૬ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : (હૈ) વિઘ્ન, યાવતા નીવ-નાતો: પ્રતીતિ: સ્વપ્નવવું માતિ, તાવત્ નિરન્તરે સ્વ-અધ્યાસ-અપનયં ′ ॥ ૨૮૬ ॥
શબ્દાર્થ : અહીં પણ મુખ્ય વાક્ય, યથાપૂર્વ, એ જ છે, અને હવે તો છેલ્લી વાર; કારણ કે શ્લોક ૨૭૮થી શરુ થયેલા ‘અધ્યાસ’-દૂરીકરણના મુદ્દાનું, આ શ્લોક સાથે, સમાપન થાય છે.
અને તેથી જ, કદાચ, શિષ્ય પ્રત્યે આત્મીયતાનો ભાવ અભિવ્યક્ત કરવા માટે, શ્રી સદ્ગુરુએ, તેને, ‘વિન્’-એ શબ્દ વડે, સંબોધન કર્યું છે.
અધ્યાસનું નિવારણ સાધકે ક્યાં સુધી કરવાનું ? - જ્યાંસુધી (યાવતા) જીવ અને જગતની (નીવનાતો:) ‘પ્રતીતિ' સ્વપ્ર જેવી (સ્વપ્નવત્ લાગે ત્યાંસુધી (માતિ, તાવવું). અને આવી પ્રતીતિ કાંઈ સુલભ નથી, એટલે ‘અધ્યાસ’વિવેકચૂડામણિ / ૫૨૩
-