________________
કશુંક છોડી દેવાનું, ત્યજવાનું; આમ, “આદાન' એટલે ગ્રહણ અને “વિસર્ગ એટલે ત્યાગ. રૂંવત્ એટલે જરા પણ, જરાયે. ૩ –નકારસૂચક (Negative) પૂર્વગ (Prefix) છે. આ વિધાનમાં પહેલા સવાલનો એવો જવાબ આવી જાય છે કે “મુનિને કશુંય લેવાનું અને છોડી દેવાનું ન હોવાથી, તેને જરા પણ ક્રિયા કરવાની રહેતી નથી. તેથી તેણે તો પોતાના “અધ્યાસને દૂર કરવો જ રહ્યો. અને બીજા સવાલનો જવાબ આવો છે : તેણે પોતાના આત્મા પર જ એકનિષ્ઠાપૂર્વક સતત સ્થિર અને સ્થિત રહીને “અધ્યાસીને દૂર કરવાનો છે. (૨૮૩)
અનુવાદ : મુનિએ કશું લેવાનું અને ત્યજવાનું ન હોવાથી, તેણે જરા પણ ક્રિયા કરવાની હોતી નથી, તેથી તે(આત્મા)માં અવિરત એકનિષ્ઠાથી, તું તારા પોતાના “અધ્યાસીને દૂર કર. (૨૮૩)
ટિપ્પણ : શ્લોકમાં, મોક્ષાર્થી સાધક માટે, “મુનિ' શબ્દ પ્રયોજવાનો, ગ્રંથકારનો, હેતુ સ્પષ્ટ છે : પોતાના “અધ્યાસીને દૂર કરવાની આજ્ઞા શ્રીસદ્દગુરુ શિષ્યને ભારપૂર્વક (Emphaticaly) આપ્યા કરે છે, એમાં એમનો ઉદેશ એ છે કે શિષ્ય “અધ્યાસને દૂર કરવામાં જ સતત ઓતપ્રોત રહે, બીજી કશી ક્રિયામાં પોતાનાં સમય-શક્તિનો દુર્વ્યય ન કરે. મોક્ષાર્થી સાધક પણ “મુનિ' જ છે, હોવો જોઈએ. આત્મસ્વરૂપનાં મનનમાં જ અવિરત વ્યાપૃત રહેતા મુનિને કશી, ક્યાંય આસક્તિ કે વાસના હોતી જ નથી : પરિણામત, એને કશું લેવાનું (માલાન) કે કશું છોડવાનું (વિ.) પણ હોતું નથી. તો પછી એને માટે ક્રિયા-કર્મ-કામ શા માટે હોય ? એ તો સંપૂર્ણ રીતે અક્રિય કે નિષ્ક્રિય જ હોય. નૈષ્કર્મ એ જ એની એકમાત્ર સિદ્ધિ છે. અને આમ, તેને માટે કોઈ કર્મ કે ક્રિયા રહેતી ન હોવાથી, તેને કોઈ ફળ કે ભોગની અપેક્ષા કે આકાંક્ષા પણ હોતી નથી.
આવી જ ચર્ચાના અનુસંધાનમાં, બૃહદારણ્યક-ઉપનિષદમાં, આ શ્લોકના તાત્પર્યાર્થનું, આ પ્રમાણે, સમર્થન કરવામાં આવ્યું છે :
यः अकामः निष्कामः आप्तकामः आत्मकामः, न तस्य प्राणाः ૩રામ7િ, 8 પુર્વ સન, I ગાપિ પતિ ૪, ૪, ૬ |
(“જે બાહ્ય શબ્દાદિની કામના-રહિત છે, જે અંતરમાં રહેલી વાસનારૂપ ઇચ્છાથી રહિત છે, જે પ્રાપ્તકામ, એટલે કે સર્વાત્મભાવ વડે જેને સર્વે ભોગો પ્રાપ્ત થઈ ગયા હોય એવો છે, અને હવે માત્ર આત્માની જ ઇચ્છાવાળો છે, તેના વાગુ-આદિ પ્રાણો, કામના અભાવ વડે, કર્મનો અભાવ થવાથી, ગમનનાં કારણના અભાવમાં, ઉત્ક્રમણ કરતા નથી; આથી જીવતાં બ્રહ્મ જ હોવાનાં કારણે, શરીરના ત્યાગ પછી, તે બ્રહ્મને જ પામે છે.”)
“આત્મકામ “મુનિ'નું આ આદર્શ વર્ણન છે, જીવતાં જ એ બ્રહ્મસ્વરૂપ હોવાથી, મૃત્યુ પછી પણ તે બ્રહ્મને જ પામે છે. પરંતુ આવું આદર્શ પરિણામ ક્યારે સંપન્ન થાય ? આ સવાલનો એક જ
પ૨૦ | વિવેકચૂડામણિ