________________
અને, આમે ય, આત્માનું જ્ઞાન, અનુમાન, શ્રુતિ-અસંમત તર્ક, દલીલબાજી અને ચર્ચાઓથી પર છે.
બાકી રહી એકમાત્ર રીત, અને તે છે : પોતાનો સ્વતંત્ર અને વ્યક્તિગત અનુભવ : “હું તો આત્મસ્વરૂપ છું, અને તેથી ત્રણેય અવસ્થાઓ(જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ) અને ત્રણેય કાળ(ભૂત, વર્તમાન અને ભવિષ્ય)માં રહેનાર ભાવસ્વરૂપ છું. મારો કદીયે, ક્યારેય અભાવ થતો નથી. હું તો સદા-સર્વદા-સર્વત્ર, સર્વનો સાક્ષી છું", – આનું નામ સ્વાનુભૂતિ.
અને અંતે તો મનુષ્ય એ મનુષ્ય જ છે, એટલે ક્યારેક ( વા), મનુષ્યસહજ ભ્રમને કારણે “અધ્યાસ’ પ્રાપ્ત થવા પામ્યો હોય તો પણ, આત્માની સર્વાત્માનું જ્ઞાન ઉપર્યુક્ત રીતે મેળવવાથી, એની સહાયથી, “અધ્યાસ”નું અપનયન કરી શકાય, એવું આ શ્લોકનું તાત્પર્ય છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૨)
- ૨૮૩ अनादानविसर्गाभ्यामीषनास्ति क्रिया मुनेः ।
तदेकनिष्ठया नित्यं स्वाध्यासापनयं कुरु ॥ २८३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અનાદાનવિસર્ગાભ્યામીષજ્ઞાસ્તિ ક્રિયા અને I તકનિષ્ઠયા નિત્યં સ્વાધ્યાસાપનયં કુરુ ! ૨૮૩ શ્લોકનો ગદ્ય અન્વય: મન-માવાન-
વિખ્યાં અને ફેષ ક્રિયા ન મતિ, ત–વિશ્વ-નિયા નિત્ય સ્વ-અધ્યારૂ-માનવું ! | ૨૮રૂ | | શબ્દાર્થ : અધ્યાસનાં નિવારણ માટેની સૂચનાના સંદર્ભમાં ચાલી રહેલી પદ્ધતિ પ્રમાણે, અહીં પણ, એ જ ધ્રુવપંક્તિ મુખ્ય વાક્ય તરીકે છે.
અહીં, અધ્યાસ-નિષેધનાં અનુસંધાનમાં, આ બે સવાલોના જવાબો આપવામાં આવ્યા છે : (૧) અધ્યાસનો નિષેધ શા માટે કરવો? અને (૨) કેવી રીતે કરવો ?
આ સવાલોના જવાબનો વિચાર કરીએ તે પહેલાં, શ્લોકમાં પ્રયોજવામાં આવેલા મુનિ:શબ્દમાંથી નિષ્પન્ન થતા વ્યંગ્ય-અર્થને સમજી લઈએ : “મુનિ– શબ્દના મૂળમાં છે મન – ધાતુ, જેનો અર્થ થાય છે મનન-ચિંતન કરવું. આમ, મુનિ' એટલે એવી વ્યક્તિ, જે કશી દોડધામ કર્યા વિના, સતત “મનન'માં જ ઓતપ્રોત રહેતી હોય; અને મોક્ષાર્થી સાધક માટે પણ બ્રહ્મતત્ત્વનું મનન મહત્ત્વનું હોવાથી, આ “મુનિ'–શબ્દથી, ગ્રંથકારને આવો સાધક જ અભિપ્રેત છે, એમ સમજવાનું છે. એટલે કશુંક લેવાનું, ગ્રહણ કરવાનું, મેળવવાનું અને વિષ એટલે
વિવેકચૂડામણિ | ૫૧૦