________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
ન્રુત્યા પુછ્યા સ્વાનુભૂલ્યા જ્ઞાત્વા સાર્વાત્મ્યમાત્મનઃ । ક્વચિદાભાસતઃ પ્રાપ્તસ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : શ્રુત્યા, યુવલ્યા, સ્વાનુમૂલ્યા (૬) આત્મન: સાર્વાત્મ્ય જ્ઞાત્વા, વિવું આમાસતઃ પ્રાણસ્વાધ્યાસારનયં તુ ॥ ૨૮૨ ॥
શબ્દાર્થ : અહીં પણ, યથાપૂર્વ, વાક્યરચના અને વાક્ય-વક્તવ્ય, બંને એ જ પ્રકારનાં છે. ‘અધ્યાસ’-ઉત્પત્તિ-કારણ અને ‘અધ્યાસ’-અપનયન-પદ્ધતિ, એ બંને વિશેના સવાલોના જવાબો આ પ્રમાણે છે : (૧) ‘અધ્યાસ’-પ્રાપ્તિનું કારણ આ પ્રમાણે છે ઃ ક્યારેક (ધ્વવિદ્) બ્રાન્તિને લીધે, આભાસથી(આભાસત:); અને (૨) એનાં નિવારણની રીત આ પ્રમાણે છે : આત્મનઃ સાર્વાત્મ્ય જ્ઞાત્વા । આત્માનાં સાર્વાત્મ્યને જાણીને, આત્માનાં ‘સાર્વાત્મ્ય’નું જ્ઞાન મેળવીને; ‘સાર્વાત્મ્ય’ એટલે સર્વાત્મતા; આત્મા સર્વાત્માથી અભિન્ન હોવાનો ભાવ; આત્માનું સર્વાત્મા સાથેનું એકત્વ. વ્યાકરણની દૃષ્ટિએ, ‘સાર્વાત્મ્ય’ એટલે ‘સર્વાત્મ’-શબ્દનું ભાવવાચક નામ (Abstreat Noun). આત્માની સર્વાત્મતાનું જ્ઞાન આ ત્રણ રીતે મેળવવાનું છે : (૧) ન્રુત્યા । શ્રુતિ એટલે વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યક-ગ્રંથો અને ઉપનિષદો,
આ સર્વનાં ઊંડા અને સવિસ્તર સ્વાધ્યાય વડે; (૨) ચુલ્યા । ‘યુક્તિ’ એટલે ન્યાય-વૈશેષિક-દર્શનોમાં દર્શાવેલાં તર્ક(Logic), દલીલબાજી(Argumentation), અનુમાન-પ્રમાણ (Inference) અને ચર્ચા (Discussion) વગેરેની સહાયથી; અને (૩) સ્વાનુમૂલ્યા । પોતાના સ્વતંત્ર અને વ્યક્તિગત અનુભવ દ્વારા. (૨૮૨) અનુવાદ : શ્રુતિ, યુક્તિ અને પોતાના વ્યક્તિગત અનુભવ વડે આત્માની સર્વાત્મતાનું જ્ઞાન મેળવીને, કોઈક સમયે, ભ્રમને કારણે પ્રાપ્ત થયેલા તારા પોતાના અધ્યાસ'ને તું દૂર કર. (૨૮૨)
-
ટિપ્પણ : આત્માનું સમ્યજ્ઞાન મેળવવું ઘણું અઘરું છે, કારણ કે આત્મા ઇન્દ્રિયગમ્ય ન હોવાથી એનું પ્રત્યક્ષ જ્ઞાન શક્ય નથી; અને એ જ રીતે આત્મા મન અને બુદ્ધિનો વિષય નથી, તેથી આત્માનું પરોક્ષ જ્ઞાન પણ અસંભવિત છે. ન્યાય-વૈશેષિક-પ્રબોધિત ચાર પ્રમાણો, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એટલે કે શ્રુતિ,—માંથી એકમાત્ર શબ્દ-પ્રમાણ (શ્રુતિ-પ્રમાણ) જ અધિકૃત-પ્રમાણભૂત છે, એટલે આત્માની ‘સર્વાત્મતા’(સર્વાત્મ્યમ્)નું જ્ઞાન તો ‘સર્વ વસ્તુ તું બ્રહ્મ ।' અને ‘માત્મા વ તું સર્વમ્ ।' જેવાં શ્રુતિવચનો દ્વારા જ મેળવી શકાય. અહીં ભલે તર્જની સહાયને સ્વીકારવાનું સૂચવવામાં આવ્યું છે, પરંતુ એમાં પણ આચાર્યશ્રીએ પોતે જ, પોતાનાં ભાષ્યોમાં, એક ચોખવટ કરી છે કે આવી આધ્યાત્મિક ચર્ચામાં, એવો તર્ક જ સ્વીકાર્ય ગણાય, જે શ્રુતિ-સંમત હોય; જેને શ્રુતિની સંમતિ ન હોય એવા તર્કને આવી ચર્ચામાં કશું જ સ્થાન ન હોઈ શકે. ૫૧૮ | વિવેકચૂડામણિ
1
-