________________
જવાબ છે અને તે, આ શ્લોકમાં, આ પ્રમાણે, અપાયો છે ઃ—
સાધક સંપૂર્ણરીતે નિષ્ક્રિય બનીને, જ્યારે તે આત્મામાં જ અવિરત અને એકનિષ્ઠાપૂર્વક રહીને નિત્યનિરંતર પોતાનાં ‘અધ્યાસ'ને દૂર કરી દે, તો અને ત્યારે !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૮૩)
૨૮૪
तत्त्वमस्यादिवाक्योत्थब्रह्मात्मैकत्वबोधतः । ब्रह्मण्यात्मत्वदार्याय स्वाध्यासापनयं कुरु ॥ २८४ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
તત્ત્વમસ્યાદિવાક્યોત્થબ્રહ્માત્મકત્વબોધતઃ ।
બહ્મણ્યાત્મત્વદાઢ્યય સ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૪ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : 'તત્ ત્ન મસિ'–આતિ-વાય-ત્ય-બ્રહ્મ-આત્માત્વ-નોંધત: બ્રહ્મણિ આત્મત્વ-તાર્યાંય સ્વ-અધ્યાસ-ગંપનયં પુ ॥ ૨૮૪ || શબ્દાર્થ : મુખ્ય વાક્ય, યથાપૂર્વ, એ જ અહીં પણ ચાલુ જ છે.
(૧) પોતાના ‘અધ્યાસ'ને દૂર કેવી રીતે કરવો ? અને (૨) શા માટે કરવો ? – એ બે સવાલોના જવાબો, અહીં પણ, થોડી વિશિષ્ટ રીતે, આપવામાં આવ્યા છે :
(૧) કેવી રીતે દૂર કરવો ? બ્રહ્મ-આત્મા-ત્ત-નોંધત:। નોંધત: એટલે જ્ઞાનથી, બોધ વડે; ક્યાં જ્ઞાન વડે ? બ્રહ્મ અને જીવનાં એકત્વનાં, એમની એક્તાનાં જ્ઞાન વડે. પરંતુ આવું જ્ઞાન મળે ક્યાંથી ? ‘તત્ત્વમસિ' આ-િવાય-ત્ય ત્ય એટલે ઉત્પન્ન થયેલું, પ્રગટેલું. શામાંથી ? “તે (બ્રહ્મ) તું જ છે”, – વગેરે, વેદોનાં મહાવાક્યોમાંથી; અને અધ્યાસ’ દૂર કરવાનું પ્રયોજન ? (૨) વાર્ત્યાય ! વાર્ત્ય અને દઢતા, દૃઢ કરવા માટે; શાને દૃઢ કરવાનું છે ? બ્રહ્મળિ-ગભત્વ । બ્રહ્મમાં આત્મભાવને, બ્રહ્મમાં આત્મબુદ્ધિને. (૨૮૪)
અનુવાદ : “તે (પરબ્રહ્મ) તું જ છે” વગેરે મહાવાક્યોમાંથી પ્રગટતાં બ્રહ્મ અને જીવની એકતાનાં જ્ઞાન વડે, બ્રહ્મમાં આત્મબુદ્ધિને દૃઢ કરવા માટે, તું તારા ‘અધ્યાસ’ને દૂર કર. (૨૮૪)
ટિપ્પણ : પાયાની મુશ્કેલી એ છે કે અનેક જન્મોમાંની દેહાસક્તિને કારણે, જીવ એનાં કલ્યાણની એક અત્યંત મહત્ત્વની વાત વીસરી ગયો છે કે ‘હું પોતે જ પરબ્રહ્મ છું' અને ‘પરબ્રહ્મ તે પણ હું જ છું;' એટલે કે જીવ-બ્રહ્મની એક્તાનો મુદ્દો તેનાં મનમાંથી નીકળી ગયો છે, અને આવું વિસ્મરણ મોક્ષ-પ્રાપ્તિનાં તેનાં જીવન-ધ્યેયની આડે અનેક અંતરાયો અને વિઘ્નો ઊભાં કરે છે.
-
-
“અહં વ્રહ્મ અસ્મિ ।” અને “તત્ ત્નું અસિ ।', - જેવાં આપણાં આ વૈદિક વિવેકચૂડામણિ / ૫૨૧