________________
અને અધિકતર ભયજનક છે તે, એ કે “અધ્યાસ-નિષેધનું તેનું પેલું મૂળ પ્રયોજન જ બાજુ પર ધક્લાઈ જાય !
- બીજું વિઘ્ન છે, - શરીરની આળપંપાળ, એની અનેક વિવિધ ઇચ્છાઓવાસનાઓમાગણીઓને તાબે થવાનું : મોક્ષપ્રાપ્તિને પોતાનું જીવનધ્યેય સમજ્યાસ્વીકાર્યા-સ્થાપ્યા પછી, શરીરનાં મોહ-મહત્ત્વમાં અટવાવાનું સાધકને પોસાય જ નહીં : દેહની સાથે જ સંકળાયેલાં ઇન્દ્રિયો, પ્રાણ, મન, અહંકાર, – વગેરે એના સાથીદારોની ઇચ્છાઓ તો અપરંપાર હોય છે; એના ભોગ-વિલાસનો કળણ એવો “પ્રેય'-કક્ષાનો હોય છે કે એમાંથી બહાર નીકળવાનો જેટલો પ્રયત્ન કરવામાં આવે, એટલું જ ઊંડું એમાં ખૂંપતાં જવાનું થયા કરે ! આવી કરુણ પરિસ્થિતિમાં આત્મચિંતનને તો અવકાશ જ શાનો રહે? અને “અધ્યાસીને દૂર કરવાનું સાધકનું મૂળ કાર્ય પોતે જ દૂર રહી જાય !
અને એવું જ ત્રીજું વિઘ્ન છે : શાસ્ત્રાનુવર્તન. મોક્ષની પ્રાપ્તિ અને “અધ્યાસ'નિષેધનાં પ્રયોજનને સંપન્ન કરતાં, સાધક, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે તે સાવ સ્વાભાવિક છે. પરંતુ આવી આ શુભ અને સાત્ત્વિક પ્રવૃત્તિનું પણ એક ભયસ્થાન છે; અને તે એ કે શાસ્ત્રોના ગ્રંથોનો સ્વાધ્યાય કરતાં સાધક જો જાગ્રત ન રહે અને ગ્રંથોની પસંદગીમાં જો તે વિવેક ન જાળવે, એટલું જ નહીં પણ જો તે એ પોથાં-થોથાંમાંથી મળતા આદેશો-ઉપદેશોના માત્ર શબ્દાર્થ કે વાચ્યાર્થીને જ વળગી રહે તો, તે માત્ર પોથી-પંડિત જ બને, – એનું અંતઃકરણ તો આત્મજ્ઞાન-વિહોણું, એવું જ કોરું અને શુષ્ક રહી જાય ! શાસ્ત્રોના માત્ર યાંત્રિક સ્વાધ્યાયનું આ છે ભયસ્થાન, જેમાંથી મુક્ત થયા વિના, “અધ્યાસ'નાં નિવારણનું મૂળ પ્રયોજન કદી સિદ્ધ થઈ જ ન શકે. આવાં જ બોજારૂપ બનેલાં જ્ઞાનની જંજાળમાંથી છૂટવા માટે જ, રાષ્ટ્રીય કવિશ્રી ઝવેરચંદ મેઘાણીએ ભગવાનને પ્રાર્થના કરી હશેને, કે – “મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ !”
શ્લોકનો છંદ : અનુષુપ (૨૭૧)
૨૭૨ लोकवासनया जन्तोः शास्त्रवासनयापि च ।
હવાસના જ્ઞાન યથાવરૈવ ગાય ર૭ર છે શ્લોકનો ગુજરાતી પાઠ :
લોકવાસનયા જન્તોઃ શાસ્ત્રવાસનયાપિ ચ | દેહવાસનયા જ્ઞાન યથાવસૈવ જાયતે | ૨૭૨ છે.
શ્લોકનો ગદ્ય અન્વયઃ નોરવાસનયા, શાત્રવાનિયા, પિ વાસના, નૉ યથાવત્ જ્ઞાન ન વ નાથતે છે ર૭૨ / શબ્દાર્થઃ મુખ્ય વાક્યઃ નન્નો: યથાવત્ જ્ઞાન ન થવ ગાયતે I wતુ એટલે
વિવેકચૂડામણિ | ૫૦૩