________________
જે જન્મે છે તે, જીવ, જીવાત્મા; યથાવત્ - એટલે સાચું, સમ્યફ, જેવું થવું જોઈએ તેવું, સંપૂર્ણ જ્ઞાન – એટલે આત્મજ્ઞાન; માપ , – એ કારણે પણ; નોવાસના – લોકમાં પ્રતિષ્ઠા, પ્રશંસા, ખ્યાતિ, પ્રસિદ્ધિ; શાત્રવાસના – શાસ્ત્રોમાં, એના અભ્યાસમાંની વિદ્વત્તા, નિપુણતા-કુશળતા, પાંડિત્ય, ચાતુર્ય. રેહવાસના – દેહાત્મભાવ, દેહ પ્રત્યેનું મમત્વ, એમાં આસક્તિ. આ ત્રણેયને કારણે, આ ત્રણેય વાસનાઓ હોય ત્યાં સુધી, જીવનને સાચું આત્મજ્ઞાન થતું નથી. (૨૭૨).
અનુવાદ : લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસનાને કારણે પણ જીવને સાચું આત્મજ્ઞાન થતું નથી. (૨૭૨).
ટિપ્પણ : “લોક' એટલે સામાન્ય જનસમાજ (People at large); “શાસ્ત્ર એટલે મોક્ષાર્થી સાધકના અંગત સ્વાધ્યાયના શાસ્ત્રગ્રંથો; દેહ' એટલે સ્થૂળ શરીર, એમાંનાં પ્રાણ, મન, અહંકાર, ઇન્દ્રિયો વગેરે અને એ બધાં પ્રત્યેનું મમત્વ. આ પહેલાંના શ્લોકમાં, આ ત્રણેય પ્રત્યેના સાધકના અભિગમ માટે “અનુવર્તન'શબ્દ પ્રયોજાયો હતો, અહીં “વાસના'-શબ્દ પ્રયોજાયો છે, પરંતુ એનાથી ગ્રંથકારને અભિપ્રેત અર્થમાં કશો ફરત પડતો નથી.
આ ત્રણેય પ્રત્યેનું સાધકનું “અનુવર્તન” કે તેમના પ્રત્યેની “વાસના', – એના માટે કેવાં અને કયાં ભયસ્થાનો સર્જવાની શક્યતા રહે છે અને પોતાના અધ્યાસ’નો નિષેધ કરવાના મૂળભૂત કાર્ય(સ્વાધ્યાય-અપ)માં કેવાં વિક્ષેપો અને વિઘ્નો ઊભાં કરે છે, એની સવિસ્તર અને સ-દષ્ટાંત ચર્ચા ગયા શ્લોકના ટિપ્પણ-વિભાગમાં કરવામાં આવી છે, એટલે આ બાબત કશું વધારે કહેવાનું રહેતું નથી. માત્ર એક જ વાત, જરા જૂદા શબ્દોમાં અહીં કહેવામાં આવી છે, તે એ કે જ્યાં સુધી આ ત્રણેયનાં “અનુવર્તન” કે એ ત્રણેયની “વાસના'નાં વર્ચસ્વથી અથવા તો એમના પ્રભાવથી, જીવ મુક્ત ન થાય ત્યાં સુધી, જીવને, જેવું થવું જરૂરી હોય એવું, એટલે કે સાચું-સમ્યક સંપૂર્ણ આત્મજ્ઞાન થઈ શક્યું નથી.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૭૨)
૨૭૩ संसारकारागृहमोक्षमिच्छो
- પરિનિર્વવત્નમ્ | वदन्ति तज्ज्ञाः पटुवासनात्रयं
વોડક્ષ્મદ્ વિમુ: સમુતિ મુર્િ છે ર૭રૂ I શ્લોકનો ગુજરાતી પાઠ : સંસારકારાગૃહમોક્ષમિચ્છી“રયોમય પાદનિબદ્ધશૃંખલમ્
૫૦૪ | વિવેકચૂડામણિ