________________
નિવેદન
“મહાભારત”માં મહાકવિ વ્યાસનું ચિંતનાત્મક અને ચિંતનપ્રેરક એક સુવચન આ પ્રમાણે છે :
कालः पिबति तद्सम् ।
આ વાક્યમાંના ત ્(“તે”, It)-શબ્દમાં આ બ્રહ્માંડમાંનાં સર્વસ્વનો સમાવેશ થઈ જાય છે. ગત (TIME) એટલે સમય, જે અનાદિ અને અનધિ છે, એનાં આરંભ અને અવિધને કોઈ જાણતું નથી. આવા ભગવાન કાળના અણુ-અટક્યા અને એકધારા પ્રવાહ સામે વિશ્વનું કશું જ ટકી શકતું નથી. આજે અત્યંત મહત્ત્વની અને ગંભીર જણાતી ઘટનાને, થોડા સમય પછી, કોઈ યાદ પણ કરતું નથી. ગમે તેવી મૂલ્યવાન અને રસ-સભર સાહિત્યિક-દાર્શનિક-સારસ્વત કૃતિ, અને મહાન વસ્તુ કે વ્યક્તિમાંના “રસ”ને આ જાત પી જાય છે, તેને તદ્દન “રસ’-વિનાની, નીરસ અને શુષ્ક કરી મૂકે છે ઃ બ્રહ્મા જેવા સર્જનહારે સર્જેલી આ સૃષ્ટિને પણ, પ્રલયો અને મહાપ્રલયોનાં પ્રચંડ પૂરમાં પ્રણષ્ટ થવું જ પડે છે.
બ્રહ્મા ભલે રહ્યા સર્જક, પરંતુ એમનું મૂલ-અધિષ્ઠાન (Primordial Substratum) તો ‘એક અને અદ્વિતીય' ( વ અદ્વિતીયમ્) એવું બ્રહ્મ’ જ ને ! આ બ્રહ્મ પાસે તો, તથાકથિત (So-called) જ્ઞ પણ લાચાર, અસહાય, નિરુપાય ! પરિણામે, આ બ્રહ્મનો રસ તો, અનાદિ સમયથી ચાલ્યા આવતા અસંખ્ય યુગો અને કલ્પો પછી પણ, એવો જ, યથાપૂર્વ, અબાધિત, અખૂટ, નિત્યનૂતન (Ever-new) અને સદા-પ્રત્યગ્ર (Ever-fresh) રહી શક્યો છે !
બ્રહ્મનો મહિમા આવો હોય તો, એનાં મૂળભૂત સ્વરૂપનું નિરૂપણ કરનાર ગ્રંથોનું મહત્ત્વ પણ એટલું જ નિત્ય, નિરંતર, શાશ્વત, અવિચ્છિન્ન, અનપાય અને અનસ્ત જ હોય, એ સ્વાભાવિક છે. આવો એક ગ્રંથ એટલે આદ્ય શ્રીશંકરાચાર્યવિરચિત, “વેદાંત’-દર્શનના પાયાના દાર્શનિક(Philosophical) સિદ્ધાંતોનું સરળ ભાષા-શૈલીમાં નિરૂપણ કરતો, પ્રકરણ-ગ્રંથ “વિવેકચૂડામણિ”. “ઉપનિષદો” અને “બ્રહ્મસૂત્ર” જેવા “પ્રસ્થાન-ત્રયી”માંના ગહન ગ્રંથોને ભણવા-સમજવા માટે ઉચ્ચ અને સજ્જ એવી બુદ્ધિની પહોંચ જેમનામાં ન હોય એવા સામાન્ય જનસમાજ માટે તો, “વેદાન્ત”-વિદ્યાના ગૂઢ અને રહસ્યપૂર્ણ સિદ્ધાંતોને સરળતાપૂર્વક સમજાવતા “વિવેકચૂડામણિ” જેવા ‘પ્રકરણ’-ગ્રંથ સિવાય અન્ય કશો વિકલ્પ નથી.
વિવેકચૂડામણિ / ૪૫