________________
રૂપે, ભાસે છે. (તુ થત) વયે હેમવત્ સ વિયિં તિ I હેમવત એટલે સુવર્ણની જેમ, વિક્રિય એટલે વિકાર-રહિત, નિર્વિકાર. છતાં જે સ્વયં સોનાની જેમ સદા નિર્વિકાર છે તે. (ાં વ) મતિ, તત્ (દ્રા) વં ગણિ' (તિ) આત્મન પાવર | (૨૬૩)
અનુવાદ : જે સત્ય, ભ્રમને લીધે, જૂદાં જુદાં નામ-રૂપ-ગુણોના વિકાર સ્વરૂપે અનેક પ્રકારે ભાસે છે, તેમ છતાં) સ્વયં સુવર્ણની જેમ જે સદા નિર્વિકાર છે, તે બ્રહ્મ તું છે', - એમ તું પોતાના વિશે ભાવન કર. (૨૬૩)
ટિપ્પણ : સુવર્ણ પોતે તો મૂળભૂત એક જ સ્વરૂપે છે, તેમ છતાં તેમાંથી બનાવવામાં આવેલાં જૂદા જૂદાં ઘરેણાં, - હાર, બંગડી, એરિંગ, નથણી વગેરે, - નાં અનેક નામ-રૂપ-ગુણોના વિકારરૂપે, એકનું એક સુવર્ણ, જૂદું-જૂદું દેખાય છે. એ જ રીતે, બ્રહ્મ પોતે પણ મૂળભૂત-સ્વરૂપે તો એક અને અદ્વિતીય છે, તે છતાં જગતની ઉત્પત્તિ થયા પછી, જીવ અને જગતનાં અનેક નામ-રૂપ-ગુણો ધારણ કરનાર ' પદાર્થોનાં સ્વરૂપે ભિન્ન-ભિન્ન સ્વરૂપે ભાસે છે. '
શ્રીસદ્ગુરુ એટલે જ શિષ્યને કહે છે કે “તું ભલે તારી જાતને “જીવ' સમજે, પરંતુ હકીકતમાં તો તું, ઉપર કહ્યા મુજબનું, નિર્વિકાર બ્રહ્મ જ છે, એટલે તું સદાસર્વદા તારાં અંતકરણમાં આ પ્રકારની ભાવના કરતો રહે, એમાં જ તારું આત્યંતિક
કલ્યાણ છે.
આવા જ અનુસંધાનમાં, મધ્યકાલીન ભક્ત-કવિ નરસિંહ મહેતાએ પરમતત્ત્વની આ પ્રમાણે પ્રાર્થના કરી હતી :
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, * ‘વિવિધ” રચના કરી “અનેક” રસ લેવાને, શિવ થકી “જીવ’ થયો, એ જ આશે ! વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે,કનક-કુંડલ વિશે ભેદ હોય, ઘાટ ઘડિયા પછી “નામ-રૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ' હોય !' આ શ્લોકમાં સુવર્ણનું દષ્ટાંત (નવા) આપ્યું છે, તેની સાથે ભક્ત નરસૈયાનાં આ ભજનમાંનું નિરૂપણ બરાબર બંધ બેસે છે.
. શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૩)
૪૦ | વિવેકચૂડામણિ