________________
છે, જેથી શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, અહંકાર વગેરે આ બધું પણ અસત્ય જ છે, તેથી જ, જે પ્રશાંત, વિશુદ્ધ અને અને અદ્વિતીય પર-બ્રહ્મ છે, “તે જ તું છે.” (૨૫૪)
ટિપ્પણ : આ શ્લોકમાં પણ, “બ્રહ્મભાવન’નાં એ જ અનુસંધાનમાં, ગયા શ્લોકની ચોથી લીંટીને, અક્ષરશઃ અહીં, ફરીથી, મૂકીને, “રિપીટ' (Repeat) કરીને, શ્રીસદ્ગુરુ શિષ્યને આત્મીયતાપૂર્વક અનુરોધ કરે છે કે “તે પરબ્રહ્મ તું જ છે, - એમ પ્રતીતિપૂર્વક જાણી-સમજી લે.'
આવા અનુરોધનાં સમર્થન માટે, શ્રીગુરુજી, આ સમગ્ર જગતનાં મિથ્યાપણાનું પ્રતિપાદન કરે છે, – બે રીતે, સ્વમ અને જાગ્રત, - એ બંને અવસ્થાઓમાંની મનુષ્યની અનુભૂતિને મિથ્યા તરીકે સાબિત કરીને.
સહુ સમજે છે તે પ્રમાણે, સ્વપ્રાવસ્થામાં ઊંઘતા માણસે, સ્થળ-સમય-પદાર્થો વગેરે જે કાંઈ જોયું-અનુભવ્યું હોય, તે બધું જ ખોટું-અસત્ય-મિથ્યા છે, એવું ભાન જાગતાંની સાથે જ તેને થાય છે. નિદ્રા દરમિયાન જોવામાં આવેલું કશું જ, જાગ્યા પછી, રહેતું નથી, કારણ કે એ બધી તો માત્ર કલ્પનાસૃષ્ટિ જ હતી. આ તો સહુના અનુભવની અને સર્વસ્વીકૃત હકીકત છે. પરંતુ જાગ્રત-અવસ્થામાં જોવામાંઅનુભવવામાં આવતું જગત તો “આંખેદેખ્યું', સમક્ષ અને પ્રત્યક્ષ છે, એ, વળી, કેવી રીતે મિથ્યા હોઈ શકે ? – આશંકાગઆવો સવાલ કોઈ પણ સામાન્ય માણસના મનમાં સ્વાભાવિક રીતે જ ઊઠે.
આવી આશંકાનું નિવારણ, ગ્રંથકાર, આ રીતે કરે છે : વેદાંત-દર્શનની તો આધારશિલા જ આ સિદ્ધાંત છે કે “એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે, આ સમસ્ત જગત તો મિથ્યા છે :
૨. સત્ય શત્ મિથ્યા ! પરંતુ આ જગત સગી આંખે દેખાય છે, તેનું શું? એ કેવી રીતે મિથ્યા હોઈ શકે ? પેલા સિદ્ધાંતની જેમ વેદાન્ત-દર્શનનો એવો જ બીજો સિદ્ધાંત છે કે ચર્મચક્ષને જે કાંઈ દેખાય છે, તે સઘળું, આત્મજ્ઞાનનાં અભાવનું જ પરિણામ છે. અવિદ્યા અથવા અજ્ઞાનને કારણે જ, વસ્તુતઃ અસત્ય એવાં આ નામરૂપાત્મક જગતને મનુષ્ય સાચું સમજે છે. આત્મજ્ઞાન અથવા આત્મસાક્ષાત્કારનો દિવ્ય પ્રકાશ સાધકને લાધે કે તરત જ, આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર, - આમાંનું કશું જ રહેતું નથી, કારણ કે આ બધું જગત મનુષ્યનાં પોતાનાં અજ્ઞાનનું જ કાર્ય, એમાંથી જ સર્જાયેલો આભાસ હોય છે (ત-વ૬ રૂદ પ નાતિ નત્િ સ્વસંજ્ઞાનાર્યતઃ ).
ઉપર્યુક્ત સ્વાભાવિક સવાલના પ્રતીતિજનક જવાબ માટે આચાર્યશ્રી “સત્તાની (સત્યની, અસ્તિત્વ Existenceની) આ પ્રમાણે ત્રણ અવસ્થાઓ નિરૂપે છે.
(૧) બ્રહ્મની ત્રિકાલાબાધિત સત્તા'- એ “પારમાર્થિક સત્તા', (૨) મનુષ્યને પ્રત્યક્ષ દેખાતા જગતની વ્યાવહારિક સત્તા', (૩) દોરડામાં થતી સર્પની પ્રતીતિ,- એ “પ્રાતીતિક” અથવા “પ્રાતિમાસિક સત્તા'.
વિવેકચૂડામણિ | ૪૭૫