________________
અનુવાદ: જેમ માટીમાંથી બનાવવામાં આવેલો ઘડો વગેરે (સર્વ સામગ્રી) સદા-સર્વદા ચારેબાજુ માત્ર માટી જ છે, તેમ સત્યસ્વરૂપ(બ્રહ્મ)માંથી ઉત્પન્ન થયેલું આ સર્વ-કાંઈ (સમસ્ત જગત) સત્ય જ છે, કારણ કે સત્ય સિવાય અન્ય કશું પણ નથી, તેથી તે આત્મા પોતે જ સત્ય છે, અને તેથી જ જે પરમ પ્રશાંત, અદ્વિતીય અને નિર્મળ બ્રહ્મ છે, તે જ તું (જીવાત્મા) છે. (૨૫૩).
ટિપ્પણ: ગયા શ્લોકથી “બ્રહ્મભાવન' નામક જે મુદાનું નિરૂપણ શરૂ થયું છે, તે અહીં ચાલુ છે અને હજુ થોડા શ્લોકો સુધી પણ ચાલુ જ રહેશે.
શ્રીસદ્ગુરુએ શિષ્યને ગયો શ્લોકને અંતે આદેશ આપ્યો હતો કે “તું પોતાના આત્માને “હું બ્રહ્મ છું' એમ જ જાણી લે તેવું માત્માને બ્રહ્મ રૂતિ ઇવ વિદ્ધા)” શિષ્યનું “બ્રહ્મભાવન' સંનિષ્ઠ અને સઘન બને તે માટે, અહીં પણ, સત્યસ્વરૂપ આત્માનો પરિચય આપીને, ગુરુજી શિષ્યને એવી જ પ્રતીતિ (Conviction) સંપડાવે છે કે સમસ્ત જગતનાં નિમિત્ત અને ઉપાદાન ‘કારણ” તરીકે રહેલું જે પરમ બ્રહ્મ છે, - તે જ તું છે (વત્ પરં વહ્ય તિ, તત ત્વ
સ ). આવી પ્રતીતિનાં મૂળ આધાર તરીકે ગુરુજીએ અહીં બે શાશ્વત સત્ય પ્રત્યે શિષ્યનું આ પ્રમાણે લક્ષ ખેંચ્યું છે : (૧) એક તો એ કે આ અખિલ બ્રહ્માંડ સત્યસ્વરૂપ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું હોવાથી સત્ય જ છે, અને બીજું (૨) સત્ય સિવાય, સત્યથી ભિન્ન, અહીં, બીજું કશું જ નથી. (સતર પર વિપિ ન પ્તિ ) * ન્યાય-દર્શને પ્રતિપાદિત કરેલા કાર્ય-કારણના નિયમ (Law of causation) પ્રમાણે, પ્રત્યેક કાર્ય (Effect)માં, એનું કારણ’(Cause) સદા સર્વદા, આજુબાજુઅંદરબહાર-સર્વત્ર સર્વ પ્રકારે અનુયૂત અને ઓતપ્રોત હોય છે, વ્યાપી રહેલું હોય છે. ઘડો; કોડિયું, નળિયાં વગેરે માટીમાંથી બનાવવામાં આવ્યાં હોવાથી, માટીરૂપી “કારણ”, ઘડો વગેરે માટીનાં કાર્યમાં સર્વત્ર વ્યાપેલું જ હોય છે. વસ્તુતઃ, ઘડો વગેરે તે બધાં માટી-મય હોવાથી, તે બધાં માટી જ છે. (yખાવું વ ગતિ )
એ જ રીતે, આ અખિલ જગત સત્ય(“કારણ”)માંથી ઉત્પન્ન થયેલું (સતુંનિત) હોવાથી, સત્યનું જ “કાર્ય છે, તેથી તે સઘળું (તનું હિત) સત્યસ્વરૂપ છે (સ-માત્મ), એટલું જ નહીં પરંતુ તે અંદર-બહાર-સર્વત્ર માત્ર સત્ય જ (માત્ર પવ) છે.
આમ, સત્યમાંથી સર્જાયેલું આ સમસ્ત જગત જો સત્યસ્વરૂપ હોય અને આવાં શાશ્વત સત્ય સિવાય, એનાથી જૂદું, બીજું કશું અસ્તિત્વ જ ધરાવતું ન હોય તો, ગુરૂ શિષ્યને સમજાવે છે કે, “આ જગતનો જ એક અંશ એવો તું (જીવાત્મા), એ બ્રહ્મથી જૂદો, ભિન્ન કેવી રીતે હોઈ શકે ? વળી, તે બ્રહ્મને દેશ-કાળ-વસ્તુની કોઈ મર્યાદા નથી. તે અપરિચ્છિન્ન છે, તેથી તે પરમ છે, અદ્વિતીય છે, વિશુદ્ધ છે, પ્રશાંત છે. આવું “તે' (બ્રહ્મ) “તું” (જીવાત્મા) છે, એમાં તને આનંદ અને ગૌરવ હોવાં જોઈએ !”
વિવેકચૂડામણિ | ૪૭૩